સિનિયર સિટીજનના આઈટી રિટર્નની હવે સ્ફ્રૂટિની નહીં કરાય

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે જાહેરાત કરી છે કે, હવે 60થી વધુની વયના કરદાતા અને સિનિયર સિટીઝન હોય તેમની સ્ક્રૂટિની નહીં કરાય. વર્ષ 2019-20ના નાણાકીય વર્ષના રિટર્ન સિનિયર સિટીઝને ફાઇલ કર્યા હોય તેને માન્ય ગણી રિટર્ન પ્રોસેસ કરવાનું તેમજ રિફંડ પ્રક્રિયા હાથ ધરવા જણાવ્યું છે.
સામાન્ય રીતે રિટર્ન ભરવાની મુદત પછી ભરેલા રિટર્નમાંથી 2 ટકા રિટર્ન સ્ક્રૂટિની માટે પસંદ કરતા હોય છે.
જેમાં વેચાણનું તફાવત, મિલકતનું ખરીદ-વેચાણ, વિદેશ પ્રવાસ, બેન્કમાં મોટા પ્રમાણમાં
રોકડના વ્યવહારો અલગ-અલગ શરતોને આધિન ડિપાર્ટમેન્ટ સ્ક્રૂટિનીની નોટિસ મોકલી કરદાતાનો રેકોર્ડ મંગાવે છે.
60 વર્ષથી ઉપરના કરદાતાઓ હોય અથવા તો 80 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન હોય તેવા કરદાતા પેન્શન, ભાડા, પગાર, શેરનફા, મિલકત નફા અને વ્યાજ-રોકાણ આવક ધરાવતા હોય તેવા કિસ્સામાં તેમના રિટર્નને સ્ક્રૂટિનીમાટે સિલેક્ટ નહીં કરાય. આ નિયમમાં એવા કરદાતાઓ જેઓ સિનિયર સિટીઝન ધંધાકીય રિટર્ન ફાઇલ કરતા હશે, તેમનું રિટર્ન ડિપાર્ટમેન્ટના સ્ક્રૂટિની નિયમ મુજબ જ કરાશે. પેન્શનની આવક, કંપનીના ડિરેક્ટરના
પગારન, ભાડાંની આવક, મિલકતની આવક, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર, બેન્ક વ્યાજ, ડિવિડન્ડ વ્યાજની આવક દર્શાવતા સિટીઝનોની સ્ક્રૂટિની કરવામાં નહીં આવે. આ કરદાતાઓ સામાન્ય રીતે આઇટીઆર-1 અને 2 રિટર્ન ફાઇલ કરતા હોય છે.

રિલેટેડ ન્યૂઝ