શેરબજાર સતત બીજા દા’ડે ‘ધડામ’

સેન્સેક્સ 600 પોઈન્ટ અને નિફ્ટી 176 પોઈન્ટ નીચે પટકાયો

ભારતીય શેરબજારોમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. બપોરે 2:45 વાગ્યે સેન્સેક્સ 600 અંક ઘટી 48575 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 176 ઘટી 14373 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, કોટક મહિન્દ્રા, એસબીઆઈ, એચસીએલ ટેક, બજાજ ફાઈનાન્સ સહિતના શેર ઘટ્યા હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 1.89 ટકા ઘટી 941.55 પર બંધ થયો હતો. કોટક મહિન્દ્રા 1.66 ટકા ઘટીને 1752.75 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ઓએનજીસી , ડો.રેડડી લેબ્સ, લાર્સન, એશિયન પેઈન્ટ્સ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ઓએનજીસી 0.95 ટકા વધી 105.75 પર કારોબાર કરી રહ્યો છે.ડો.રેડડી લેબ્સ 0.23 ટકા વધી 4361.25 પર કારોબાર કરી રહ્યો છે.

એશિયાઈ બજારોમાં સપાટ કારોબાર
- હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 52 અંક ઘટી 27866 પર આવી ગયો.
- ચીનનો શંઘાઈ કમ્પોઝિટ સપાટ 3366 પર કારોબાર કરી રહ્યો છે.
- જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 210 અંક વધી 28616 પર કારોબાર કરી રહ્યો છે.
- કોરિયાના કોસ્પી ઈન્ડેક્સ અને ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડનરીઝમાં પણ સામાન્ય વધારો છે

રિલેટેડ ન્યૂઝ