શેરબજાર ઐતિહાસિક ઉંચાઇ પર સેન્સેક્સ 56,000ને પાર

ભારતીય શેરબજાર આજે ઐતિહાસિક ઊંચાઈ પર છે. પોતાના જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આજના કારોબારમાં સેન્સેક્સ 56000ની સપાટી પાર કરી અને 56086 ના સ્તર પર પહોંચી ગયો. જ્યારે નિફ્ટીએ પણ 16650 ની સપાટી ક્રોસ કરી. બેંક અને ફાઈનાન્શિયલ શેરોમાં જોરદાર તેજીનો માહોલ છે. જો કે આઈટી શેરોમાં થોડું દબાણ જોવા મળી રહ્યિું છે. ફાર્મા, ઓટો, એફએમસીજીમાં પણ ખરીદી છે. હાલ સેન્સેક્સમાં 225 અંકોની તેજી છે અને તે 56020ની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં પણ 60 પોઈન્ટ મજબૂત થઈને 16670 પર કારોબાર ચાલી રહ્યો છે. ગઇકાલે મંગળવારે કારોબારમાં સેન્સેક્સ
અને નિફ્ટીએ પોતાનો નવો રેકોર્ડ બનાવ્યો
હતો. બજારની ક્લોઝિંગ પણ રેકોર્ડ સ્તરે થઈ હતી. કાલે સેન્સેક્સે પહેલીવાર 55855 નું સ્તર ટચ કર્યું હતું. જ્યારે નિફ્ટીએ પણ 16629 નું સ્તર પાર કર્યું હતું. આઈટી શેરોમાં ખુબ તેજી જોવા મળી હતી.કાલે ટેકમહિન્દ્રા, નેસ્લે ઈન્ડિયા, હિન્દુ લીવર, ટાઈટન, ટીસીએસ, ઇન્ફોસિસ, એચસીએલ ટેક ટોપ ગેઈનર્સ રહ્યા હતા.

આજના ટોપ ગેઈનર્સ કોણ?
એચડીએફસી બેન્ક, અલ્ટ્રાકેમકો પાવરગ્રાઈડ, એચડીએફસી, બજાજ ફાઈનાન્સ, બજાજ ફાઈનાન્સવી, રિલાયન્સ અને
મારુતી આજના ટોપ ગેઈનર્સ છે. આજે ગ્લોબલ સંકેત મિશ્ર છે. ગઇકાલે મંગળવારે અમરિકી બજારોમાં લાંબી તેજી પર બ્રેક લાગી અને ત્રણ પ્રમુખ
ઈન્ડેક્સ લાલ નિશાન સાથે બંધ થયા હતા. કાલે રિટેલ સેલ્સના આંકડા આવ્યા છે જે નબળા રહ્યા છે. ત્યારબાદ રોકાણકારોનું સેન્ટીમેન્ટ બગડ્યું. ડેલ્ટા વેરિઅન્ટના વધી રહેલા કેસ ઉપર પણ રોકાણકારોની નજર છે.

રિલેટેડ ન્યૂઝ