શેરબજારમાં સતત આઠમા દિવસે તેજી

- સેન્સેકસ 400 પોઈન્ટ વધી પ્રથમવાર 43600ને પાર

આજે સતત 8માં વર્કિંગ દિવસે શેરબજારમાં શાનદાર તેજી જોવા મલી છે. બીએસઈ સેન્સેક્સ 402 પોઈન્ટ વધીને 43,680 અને નિફ્ટી 130 પોઈન્ટ વધીને 12,761ની રેકોર્ડ હાઈ સપાટી પર પહોંચી ગયા છે. જોકે એક સમયે સેન્સેક્સ 43,708ની સપાટીએ પણ પહોંચી ગયો હતો. બેન્કિંગ અને ઓટો શેરમાં તેજીના કારણે શેરબજારમાં તેજી જોવા મળી છે. જ્યારે એફએમસીજી શેર પર પ્રેશર જોવા મળી રહ્યું છે.
નિફ્ટીમાં બજાજ ફાઈનાન્સનો શેર 5 ટકા ઉપર વેપાર કરી રહ્યો છે. ગેલ અને હીરો મોટોકોર્પનો શેર 3-3 ટકા ઉપર વેપાર કરી રહ્યો છે. સિપ્લા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો શેર પણ3-3 ટકાની તેજી સાથે વેપાર કરી રહ્યો છે. જ્યારે ઈન્ડસઈન્ડ બેન્ક અને બ્રિટાનિયાનો શેર 1-1 ટકા ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે. સવારે સેન્સેક્સ 166 પોઈન્ટ વધીને 43,400 અને નિફ્ટી 49 પોઈન્ટ વધીને 12,680ની સપાટીએ
ખુલ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ