શેરબજારમાં દિવાળી: સેન્સેક્સ 42000ને પાર

- અમેરિકામાં બિડેન જીત્યા તેની અસર પણ વર્તાણી: સેન્સેકસ 621.63 પોઈન્ટ વધ્યો અને નિફ્ટી પણ 12,439ની સપાટીએ
અમેરિકામાં જો બાઈડનની જીતની એશિયાઈ બજાર પર તેજી જોવા મળી છે. બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી ઈન્ડેક્સે પણ આ વર્ષે જાન્યુઆરીની ન્યૂ હાઈ તોડી નાખી છે. સેન્સેક્સ 621.63 પોઈન્ટ વધીને 42,514.69 અને નિફ્ટી 175.55 પોઈન્ટ વધીને 12,439ની સપાટીએ વેપાર કરી રહ્યો છે. શેરબજારમાં આઈટી, બેન્કિંગ અને ફાર્મા સેક્ટરમાં સૌથી વધારે તેજી જોવા મળી છે. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સમાં 559 પોઈન્ટની તેજી જોવા મળી છે. નિફ્ટીમાં ડિવિઝ લેબનો શેર 4% ઉપર વેપાર કરી રહ્યો છે. આઇસીઆઇસીઆઇ બેન્કનો શેર પર 2% ઉપર વેપાર કરી રહ્યો છે.ઇંઈક ટેક અને ઈન્ફોસિસના શેર પર 1-1 ટકા કરતાં વધારે તેજી સાથે વેપાર કરી રહ્યા છે, સિપ્લા-આઈટીસીના શેરમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. બીએસઇ સેન્સેક્સ 42,273, નિફ્ટી 12,399ના રેકોર્ડ સ્તરે ખૂલ્યા



હતા.

બજારમાં તેજીના કારણો

  1. અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઈ ગયા છે. તેમાં બાઈડનની જીત થઈ છે. તેનાથી એશિયાઈ અને અમેરિક્ધસ વાયદા બજાર તેજીથી વેપાર કરી રહ્યા છે.
  2. બાઈડનની જીતથી ભારતીય કંપનીઓને સકારાત્મક આશા છે. આઈટી કંપનીઓ અને ઘરેલુ સ્થાનિક બજારમાં તેમાં સામેલ છે.
  3. આ મહિને વિદેશી મૂડી રોકાણમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે સત્રમાં ઋઈંઈંએ 10 હજાર કરોડથી વધારે રકમના શેર ખરીદ્યા છે.
  4. ભારતીય કંપનીઓના સપ્ટેમ્બર ત્રિમાસીક ગાળાના પરિણામો અપેક્ષા કરતાં વધારે સારા રહ્યા છે.




રિલેટેડ ન્યૂઝ