શેરબજારમાં તેજીનો ચમકારો

સેન્સેક્સ 359 અંક વધ્યો : નિફ્ટીએ વટાવી 14400ની સપાટી

ભારતીય શેરબજારોમાં સપ્તાહના અંતિમ દિવસે વધારો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 359 અંક વધી 48759 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 121 અંક વધી 14446 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર બજાજ ફિનસર્વ, બજાજ ઓટો, એચયુએલ, એનટીપીસી, એશિયન પેઈન્ટ્સ સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. બજાજ ફિનસર્વ 3.08 ટકા વધી 9338.95 પરકારોબાર કરી રહ્યો છે. એચયુએલ 1.99 ટકા વધી 2282.15 પર કારોબાર કરી રહ્યો છે. જોકે પાવર ગ્રીડ કોર્પ, રિલાયન્સ, ડો.રેડડી લેબ્સ, ટીસીએસ, સન ફાર્મા સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પાવર ગ્રીડ કોર્પ 1.43
ટકા ઘટી 213.60 પર કારોબાર કરી રહ્યો છે. રિલાયન્સ 0.54 ટકા ઘટી 1982.00 પર કારોબાર કરી રહ્યો છે.

રિલેટેડ ન્યૂઝ