શેરબજારમાં જબરું ઑપનિંગ

સેન્સેક્સ 1200 પોઈન્ટ ઉછળ્યો: નિફટી 14847ને પાર

ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. બપોરે 12.49 કલાકે સેન્સેક્સ 1200 અંક વધી 50205 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 340 અંક વધી 14847 પર કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સ પર ટાઈટન, એનટીપીસી, એચયુએલ, ઓએનજીસી નેસ્લે સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ટાઈટન કંપની 3.13 ટકા વધી 1553.30 પર કારોબાર કરી રહ્યો છે. એનટીપીસી
2.54 ટકા વધી 106.80 પર કારોબાર કરી રહ્યો છે, જોકે એમએમ 1.17 ટકા ઘટી 791.55 પર કારોબાર કરી રહ્યો છે. શેરબજારમાં 26 માર્ચે સતત ઘટાડા પછી વધારો નોંધાયો છે.
બીએસઈ સેન્સેક્સ 568 અંક વધારા સાથે 49008.50 પર અને એનએસઈ
નિફ્ટી પણ 182 અંક વધી 14507.30 પર બંધ થયો હતો. એનએસઈના પ્રોવિઝનલ ડેટા મુજબ, વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 50.13 કરોડ રૂપિયાના શેર વેચ્યા, જ્યારે ઘરેલું સંસ્થાગત રોકાણકારોએ 1703.14 કરોડ રૂપિયાના શેર ખરીદ્યાહતા.
એશિયાઈ બજારોમાં પરત ફરી ખરીદી
હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 248 અંક એટલે કે 0.88 ટકા વધીને 28570 પર પહોંચી ગયો છે.
ચીનનો શંઘાઈ કમ્પોઝિટ 18 પોઈન્ટ ઉપર 3453 પર કારોબાર કરી રહ્યો છે.
જાપાનનો
નિક્કેઈ ઈન્ડેક્સ 6 પોઈન્ટ્સ ઘટીને 29378 પર કારોબાર કરી રહ્યો છે.
કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 1 ટકા વધ્યો અને ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડનરીઝ ઈન્ડેક્સમાં 0.54 ટકા સુધીનો ઘટાડો છે.
અમેરિકાનાં
શેરબજારોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. ડાઉ જોન્સ ઈન્ડેક્સ 94.49 પોઈન્ટ વધારા સાથે 33171 પર બંધ થયો હતો. બીજી તરફ, નેસ્ડેક ઈન્ડેક્સ 79 અંક ઘટી 13059 અંક પર બંધ થયો છે. આ રીતે એસપી 500 ઈન્ડેક્સ પણ 3 અંક વધી 3971 અંક પર આવી ગયો છે. આ પહેલાં યુરોપિયન માર્કેટમાં ખરીદી જોવા મળી, જેમાં ફ્રાન્સ, બ્રિટન અને જર્મનનાં શેરબજાર સામેલ છે.

રિલેટેડ ન્યૂઝ