શેરબજારમાં કડાકો

સેન્સેક્સમાં 336 પોઈન્ટ અને નિફટીમાં 82.30 પોઈન્ટનો ઘટાડો

આજે સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ 336.90 પોઇન્ટ (0.67 ટકા) ઘટીને 49799.68ના સ્તર પર ખુલ્યો છે. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 82.30 પોઇન્ટ એટલે કે 0.55 ટકાના ઘટાડા સાથે 14762.80 પર ખુલ્યો છે.
બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ
ઈન્ડેક્સ સેન્સેક્સ પાછલા સપ્તાહમાં 849.74 પોઇન્ટ એટલે કે 1.70 ટકા તૂટ્યો હતો. 29 માર્ચ 2021 ના રોજ હોળીના પ્રસંગે ઘરેલું શેરબજાર બંધ રહ્યું હતું. શુક્રવારે ગુડ ફ્રાઈડે નિમિત્તે બજાર બંધ રહેશે.
મોટાશેરોની વાત કરીએ તો આજે પ્રારંભિક કારોબાર દરમિયાન ડોક્ટર રેડ્ડી, એનટીપીસી, હિન્દુસ્તાન યુનિલિવર, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, ઈન્ડસઇન્ડ બેન્ક અને એસબીઆઈના શેર લીલા નિશાન પર ખુલ્યા છે. ભારતી
એરટેલ, એમએન્ડએમ, ટાઇટન, નેસ્લે ઇન્ડિયા, મારુતિ, એશિયન પેઇન્ટ્સ અને એચડીએફસી બેંકના શેર લાલ નિશાન પર ખુલ્યા છે.

રિલેટેડ ન્યૂઝ