શેરબજારમાં એક જ દિવસમાં થશે સેટલમેન્ટ

- 1 જાન્યુઆરી-2022થી અમલવારીની ‘સેબી’એ આપી મંજૂરી

ભારતીય શેરબજારો માટે એક મોટું સુધારાત્મક પગલું ભરતુ સેબીએ સ્ટોક એક્સચેન્જો માટે હાલની ટી+2 સેટલમેન્ટ સિસ્ટમની સાથે સાથે પોતાના પ્લેટફોર્મ પર ટ્રેડ કરાયેલા સ્ટોક પર ટી-1 સેટલમેન્ટની ઓફર કરવાનો વિકલ્પ આપ્યો છે. ભારતીય મૂડીબજાર નિયામક દ્વારા જારી પરિપત્રમાં જણાવ્યા મુજબ નવા નિયમો 1લી જાન્યુઆરી, 2022થી અમલમાં આવશે.
શેરબજારની સેટલમેન્ટ સિસ્ટમમાં અગાઉ ફેરફાર વર્ષ 2003માં કરવામાં આવ્યો હતો જ્યારે સેબીએ શેરબજારમાં
(અનુસંધાન પાના નં.8)
સિક્યોરિટીઝ ખરીદવા અથવા વેચવા માટે સેટલમેન્ટનો સમય
ટ્રાન્ઝેક્શન કર્યા બાદના ત્રણ દિવસથી ઘટાડીને બે દિવસ કર્યો હતો. નિયમનકારે જણાવ્યું હતું કે, સેબીને સેટલમેન્ટ સાયકલને વધુ ટૂંકી કરવા માટે વિવિધ હિસ્સેદારો તરફથી વિનંતીઓ મળી રહી છે.
મૂડીબજાર નિયામકે જણાવ્યું હતું કે, સ્ટોક એક્સચેન્જોએ તમામ શેરધારકોને સેટલમેન્ટ સાયકલમાં ફેરફાર અંગે ઓછામાં ઓછા એક મહિના પૂર્વે આગોતરી જાહેર સૂચના આપ્યા બાદ કોઈપણ શેરોમાં ટી+1 સેટલમેન્ટ સાયકલ આપવાનું પસંદ કરી શકે છે.
ઉપરાંત, સેટલમેન્ટની પદ્ધતિ પસંદ કર્યા બાદ સ્ટોક એક્સચેન્જ ત્યાર પછીના છ મહિના સુધી આ યંત્રણાને ટી+2માં ફેરવી શકશે નહીં. સેબીએ એમ પણ કહ્યું હતું કે ટી+1 અને ટી+2
સેટલમેન્ટ વચ્ચે કોઈ નેટિંગની મંજૂરી આપવામાં આવશે નહીં.
સેબીએ જણાવ્યુ કે, સ્ટોક એક્સચેન્જો, ક્લિયરિંગ કોર્પોરેશનો અને ડિપોઝિટરીઓને સંબંધિત કાયદા, નિયમો અને નિયમોમાં જરૂરી સુધારા સહિત
વૈકલ્પિક ધોરણે ટી+1 સેટલમેન્ટ સાયકલની સરળ રજૂઆત માટે યોગ્ય પદ્ધતિઓ અને પ્રક્રિયાઓ મૂકવા માટે જરૂરી પગલાં લેવા નિર્દેશ આપવામાં આવ્યા છે.

T+1 સેટલમેન્ટ સંબંધિત નિયમોસેટલમેન્ટની ટી+1 વ્યવસ્થા 1 જાન્યુઆરી, 2022થી લાગુ કરવાનો વિકલ્પ મળશે
હ સ્ટોક એક્સચેન્જોની પાસે ટી+1 લાગુ કરવાનો વિકલ્પ રહેશે
હ સ્ટોકને ટી-1માં લઇ જવા શેરબજારોએ એક મહિના પહેલા આગોતરી સૂચના
આપડી પડશે
હ કોઇ પણ સ્ટોક્સમાં ટી+1 સેટલમેન્ટ લાગુ કર્યા બાદ તે 6 મહિના સુધી ચાલુ રહેશે, ત્યારબાદ જ તેમાં ફેરફાર કરી શકાશે
હ સ્ટોક્સને ટી+1માં લાવતા પહેલા જાહેર ઘોષણા કરવા આવશ્યક
સ્ટોક્સને ટી+1માંથી ટી+2 સેટલમેન્ટમાં પરત લઇ જવા માટે
એક મહિના પહેલા ઘોષણા કરવી પડશે
હ તમામ ટ્રાન્ઝેક્શન્સ જેવા કે બલ્ક ટ્રાન્ઝેક્શન પર પણ ટી+1
લાગુ કરી શકશે
બ્રોકર્સ સંગઠનનો વિરોધ
જો
કે સ્ટોક બ્રોકર્સ એસોસિએશન એએનએમઆઈએ સેબી દ્વારા નવી ટી-1 સેટલમેન્ટ સિસ્ટમ લાગુ કરવા સામે વિરોધ દર્શાવ્યો છે. તેમણે કહ્યુ કે, ભારત એક પ્રી-ફંડિંગ માર્કેટ બની જશે અને વૈશ્વિક સંસ્થાકીય રોકાણકારોને આ માળખાંમાં ઘણી મુશ્કેલીઓનો સમનો કરવો પડી શકે છે. નવી સેટલમેન્ટ સિસ્ટમથી બ્રોકર્સની વર્કિંગ કેપિટલની જરૂરિયાત વધી જશે અને બેન્કો અને ડિપોઝિટરી પાર્ટિસિપેટ્સનો કાર્યભાર પણ વધશે. ઉપરાંત ઘણા પ્રકારની ઓપરેશનલ અને ટેકનિકલ પડકારોનો ઉકેલ લાવવો પડશે. આ કારણસર માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રાક્ચર ઇન્સ્ટિટ્યૂશનલની પાસે ઉપલબ્ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટાઇમે પે-ઇ અને પે-આઉટની સાથે સાથે ફાઇલને સમયસર મોકલવામાં સક્ષમ નથી.

રિલેટેડ ન્યૂઝ