શેરબજારને’ય કોરોના: 1300 પૉઈન્ટનો કડાકો

સેન્સેકસ (1300 પોઈન્ટ) ઉપરાંત નિફટી પણ 337 પોઈન્ટ ઘટી 14529ના સ્તરે ધસી પડયો

દેશમાં વધતા કોરોનાના કેસના કારણે આજે શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં 1300 પોઈન્ટનો ઘટાડો થઈને 48,729 પર વેપાર કરી રહ્યો છે. સેન્સેક્સમાં સામેલ 30માંથી 27 શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં બજાજ ફાઈનાન્સ, જઇઈં અને ઈન્ડસઈન્ડ બેન્કના શેર સૌથી વધારે 5-5%થી વધારે ઘટ્યા છે. આ પહેલાં 26 માર્ચે સેન્સેક્સ 49 બજારથી નીચે આવ્યો હતો.
નિફ્ટી પણ 337 અંક ઘટીને 14,529 પર વેપાર કરી રહ્યો છે. રોકાણકારો સૌથી વધારે વેચવાલી બેન્કિંગ શેરોમાં કરી રહ્યા છે. નિફ્ટી બેન્કઈન્ડેક્સ 1331 અંક એટલે કે 3.9% નીચે 32,526.35 આવી ગયો છે. આ જ રીતે ઓટો ઈન્ડેક્સ 2.9% અને મેટલ ઈન્ડેક્સ 1.3% નીચે આવી ગયો છે.
ઇજઊ પર 2,688 શેરમાં વેપાર થઈ રહ્યો છે. 703 શેર વધારા સાથે અને 1,822 શેર ઘટાડા સાથે વેપાર કરી
રહ્યો છે. તેમાં 206 શેરમાં લોઅર સર્કિટ લાગી છે. એક્સચેન્જ પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 203.38 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. જે 1 એપ્રિલે 207.25 લાખ કરોડ રૂપિયા હતી.

રિલેટેડ ન્યૂઝ