શુક્રવારથી સતત ત્રણ દી’ અનરાધાર!

જો કે રાજકોટ-કચ્છ-સૌરાષ્ટ્રમાં હળવોથી મધ્યમ રહેશે વરસાદ

રાજ્યમાં વિરામ બાદ છેલ્લા બે દિવસથી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે, ત્યારે આગામી 23મી જુલાઇથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં અત્યારસુધીમાં સીઝનનો કુલ 204.94 મિમી એટલે સરેરાશ
(અનુસંધાન પાના નં.8)
24.64 ટકા વરસાદ નોંધાયો
છે. બીજી બાજુ, મંગળવારે 21 જિલ્લાના 69 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં વડોદરામાં 2 કલાકમાં 2 અને બોડેલીમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. બોડેલીમાં અઢી ઇંચ વરસાદથી જાહેર રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 23મી જુલાઈથી સતત ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય આણંદ, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 135 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લામાંવરસાદ નોંધાયો છે. આજે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 31 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ વરસાદ વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં થયો છે.

મુંબઇમાં પણ મેઘરાજા મનાવશે હેટ્રિક
મુંબઇમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે. તેની વચ્ચે હવામાન વિભાગ દ્વારા મુંબઇ, થાણે અને પાલઘરમાં આગામી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત
કરી છે. આગાહીને ધ્યાને લઇ હવામાન વિભાગ દ્વારા મુંબઇમાં યેલો એલર્ટ અપાયું છે જ્યારે નવી મુંબઇ અને થાણે સહિત પાલઘરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ઉપરાંત ભારે વરસાદને પગલે મુંબઇના દરિયામાં 4 મીટર હાઇટાઇડની આશંકા વ્યક્ત કરાઇ છે. મહત્ત્વનું છે કે મુંબઇમાં આસમાની આફથી અત્યાર સુધીમાં 32થી વધુ લોકોનાં મોત થયા છે ત્યારે બોમ્બ મહાનગરપાલિકા દ્વારા લોકોને નીચાણવાળા વિસ્તારોમાં ન રહેવા અપીલ કરાઇ છે.

રિલેટેડ ન્યૂઝ