શહેરમાં રાતથી કફર્યૂ: સઘન પેટ્રોલિંગ

તમામ પ્રવેશદ્વારો, મુખ્ય ચોકમાં ચેકપોસ્ટ ઉભી કરાઇ: રેલવે ફાટક, અંડરબ્રિજ બંધ કરી પોલીસ સ્ટાફ ગોઠવાશે

કોરોના કહેર વચ્ચે લોકોની સલામતી માટે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ બાદ રાજકોટમાં પણ રાત્રી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે આજથી રાત્રીના 9થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું હોય જેને પગલે શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા જડબેસલાક વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે શહેરમાં પ્રવેશતા તમામ પ્રવેશદ્વારો અને શહેરના મુખ્ય ચોકમાં ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે અને ઈમરજ્ન્સી કામ વિના નીકળતા લોકો વિરુદ્ધ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે આ ઉપરાંત કર્ફ્યુનું પાલન કરાવવા તમામ રેલવે ફાટક અને અંડરબ્રિજ પણ બંધ કરી ત્યાં પોલીસ સ્ટાફ ગોઠવી દેવામાં આવશે તેવું જણાવાયું છે.
રાજકોટ સહીત રાજ્યભરમાં દિવાળી પર્વ પછી
કોરોનાએ ફરી ઉથલો માર્યો છે કોરોનાથી થતા મૃત્યુદરમાં અને નવા નોંધાતા કેસોમાં ભારે ઉછાળો નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદમાં 60 કલાકનું કર્ફ્યુ અને ત્યાર પછી 9થી 6 કર્ફ્યુ જાહેર કર્યા પછી રાજકોટ, બરોડા અને સુરતમાં પણ કોરોના ચરમ સીમાએ પહોંચી ગયો હોવાથી લોકોની સલામતી માટે રાજ્ય સરકારે આ ત્રણેય મહાનગરોમાં પણ રાત્રીના 9થી 6 સુધી કર્ફ્યુ લાદવાની જાહેરાત કરી છે જે અનુસંધાને રાજકોટ શહેરમાં આજ રાત્રીના 9થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુની કડક અમલવારી કરાવવા માટે શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ જેસીપી ખુર્શીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, ડીસીપી પ્રવિણકુમાર મીણા સહિતના અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે આજ રાતથી રાજકોટ શહેરમાં પ્રવેશતા તમામ પ્રવેશદ્વારો તેમજ શહેરના મુખ્ય ચોક જેવા કે કેકેવી ચોક,કોટેચા ચોક, હોસ્પિટલ ચોક, જિલ્લા પંચાયત ચોક, 150 ફૂટ રિંગ રોડ, બહુમાળી ભવન ચોક, જામટાવર ચોક, સોરઠિયાવાડી સર્કલ, ભક્તિનગર સર્કલ, અમુલ ચોકડી, ડીલક્ષ ચોક સહિતના અગાઉ લોકડાઉન વખતે જે જે સ્થળોએ
ચેકપોસ્ટ હતી તે તમામ સ્થળોએ ફરી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવશે અને આજ રાતથી તમામ ચેકપોસ્ટ ઉપર પોલીસ સ્ટાફ ખડેપગે રહેશે કર્ફ્યુની કડક અમલવારી કરાવવા માટે બંદોબસ્ત ગોઠવાયો હોય તેમ છતાં જો કોઈ ઇમરજન્સી કારણ વિના ઘરની બહાર લોકો નીકળશે તો તેઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી પણ કરવામાં આવશે કોરોના મહામારીને ડામવા સરકારે કર્ફ્યુ જાહેર કર્યું છે જે અંતર્ગત રાજકોટ શહેરની તમામ રેલવે ફાટક અને તમામ અંડરબ્રિજ પણ બંધ કરી દેવામાં આવશે અને તે સ્થળોએ પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે કોઈપણ ઇમરજન્સી સેવાઓ હશે તેમાં કર્ફ્યુ લાગુ નહિ પડે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.

લોકો ઘરમાં જ રહે અને સાથ સહકાર આપે: પોલીસ કમિશનરની અપીલ
શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે કોરોના મહામારી સામે સૌ કોઈ લડી રહ્યા છે ત્યારે આ વિકટ પરિસ્થિતિમાં સરકાર દ્વારા કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે જેહતી લોકો રાત્રીના 9થી સવારના 6 વાગ્યા સુધીના કર્ફ્યુના સમય દરમિયાન ઇમરજન્સી કામ વિના ઘરની બહાર ન નીકળે અને ઘરમાં જ રહીને કર્ફ્યુનું પાલન કરી આ મહામારીથી બચે તેમજ પોલીસને સાથ સહકાર આપે તેવી અપીલ કરી હતી.

રિલેટેડ ન્યૂઝ