વિશ્વનો સૌથી સસ્તો ‘જિયો’ સ્માર્ટ ફોન બનશે ગુજરાતમાં

મુંબઈ,તા.2
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 44મી વાર્ષિક સાધારણ સભામાં ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયો અને ગૂગલની પાર્ટનરશિપમાં બનેલા નવા સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટની જાહેરાત કરી છે. ગુજરાત સરકારનાં ઉચ્ચ આધિકારિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગૂગલ આ સ્માર્ટફોનનું ઉત્પાદન ગુજરાતમાં કરી શકે છે. થોડા સમય પૂર્વે ગૂગલના અધિકારીઓ રાજ્યમાં લોકેશન જોવા માટે પણ આવ્યા હતા.
આ અંગે જાણકારી રાખનારા સરકારના એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ગૂગલના અમુક ઑફિશિયલ્સ થોડા સમય પહેલાં જ ગુજરાત આવ્યા હતા. તેમણે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન
(ધોલેરા સર)ની મુલાકાત લીધી હતી. જોકે હજુ વાત આગળ વધી નથી. ધોલેરામાં ઇન્ફ્રાસ્ટ્રકચરનું કામ 80%થી વધારે પૂરું થઈ ગયું છે અને સરકાર પણ એને હવે એગ્રેસિવલી પ્રમોટ કરી રહી છે.
ગૂગલના ચીફએક્ઝિક્યુટિવ ઓફિસર સુંદર પિચાઈએમાં નવા સ્માર્ટફોન વિશે કહ્યું હતું કે અમારું આગામી પગલું ગૂગલ અને જિયોએ સાથે મળીને બનાવેલા વાજબી ભાવના જિયો સ્માર્ટફોનથી શરૂ થાય છે. એને ભારત માટે
બનાવવામાં આવ્યો છે અને આ ફોન એવા લાખો લોકો માટે નવી સંભાવનાઓ ખોલશે, જે પ્રથમ વખત ઈન્ટરનેટનો ઉપયોગ કરશે. ગૂગલ ક્લાઉડ અને જિયો વચ્ચેની એક નવી 5ૠ પાર્ટનરશિપથી એક અબજથી વધુ ભારતીયોને ઝડપથી ઈન્ટરનેટ સાથે જોડાવવામાં મદદ મળશે. એનાથી ભારતના ડિજિટલીકરણને પણ મદદ મળશે.

રિલેટેડ ન્યૂઝ