વડાપ્રધાને કોરોના રસી સંદર્ભે યોજી ગંભીર બેઠક

વડાપ્રધાન મોદીએ કોરોનાની વેક્સીનને બનાવવા માટે અને તેને લઈને પ્રત્યેક વ્યક્તિ સુધીને તેને પહોંચાડવાની ભારતની રણનીતિને કેન્દ્રીય થિંકટેંક નીતિ આયોગ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે એક વર્ચુઅલ બેઠક યોજી હતી.
આ અંગે વડાપ્રધાન મોદીએ કરેલા પોતાના ટ્વીટમાં જણાવ્યુ હતું કે, આ બેઠકમાં વેક્સીનેશન સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. જેમાં અલગ અલગ મુદ્દાઓને લઈને સમીક્ષા
કરવામાં આવી છે. જેમ કે, જનસંખ્યા સમૂહોની પ્રાથમિકતા, એચસીડબલ્યૂ સુધી પહોંચવું, કોલ્ડ ચેન, ઈન્ફ્રાસ્ટ્રક્ટર વૃદ્ધિ, વેક્સીન રોલ આઉટ માટે વેક્સીનેટર અને ટેક પ્લેટફોર્મને જોડવું.
કેટલીય દવા
કંપનીઓ કોરોના સામે લડવા માટે એક વૈક્સીન તૈયાર કરવામાં લાગ્યા છે. આ વાયરસના કારણે દુનિયામાં કેટલાય લોકોના મોત થયા છે. ત્યારે આ વાયરસ માટે દુનિયામાં કેટલીય જગ્યાએ અલગ અલગ રીતે વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યુ છે, તથા વેક્સીનનું પરીક્ષણ પણ થઈ રહ્યા છે.
સરકારી આંકડાઓથી જાણવા મળ્યુ છે કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 45,882 કેસ આવ્યા છે. જે બાદ કુલ કેસની સંખ્યા 90,04,365 થઈ ગઈ છે. તો વલી



રિકવરી રેટની વાત કરીએ તો અહીં 84.28 ટકા છે. જેમાં રાષ્ટ્રીય રિકવરી દર 93.6 ટકા થઈ ગયો છે. ગુરૂવારથી લઈને અત્યાર સુધીમાં 584 લોકોના આ વાયરસના કારણે મોત પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 1,32,162 છે. જ્યારે દેશમાં
હાલ 4,43,794 એક્ટીવ કેસ છે.

WHOએ આપ્યા માઠા સંકેત
તાજેતરમાં જ એક માઠા સમાચાર આવ્યા છે કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એન્ટી વાયરલ ડ્રગ રેમડેસિવિરને લઈને મોટા સમાચાર આપ્યા છે. હૂએ પોતાની કથિત પ્રીક્વાલિફિકેશન લિસ્ટમાંથી ગિલિયડની રેમડેસિવિરને હટાવી દીધી છે. રોયટર્સને મળેલા એક ઈમેલમાં તારિક જસરવિચે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યુ છે કે, હા અમે પીક્યૂમાંથી તેને હટાવી દીધી છે. આ અગાઉ હૂએ ગઇકાલે કહ્યુ હતું કે, રેમડેસિવિરનો ઉપયોગ કોરોના દર્દીની સારવાર માટે કરી શકાય નહીં. કારણ કે, તેનાથી કોરોના દર્દીને બચાવાની સંભાવના પર કોઈ પ્રભાવ નથી પડતો.





રિલેટેડ ન્યૂઝ