લાઇટ બિલ વધુ ભરવા તૈયાર રહો

વીજ વપરાશના ચાર્જના યુનિટ દીઠ 12 પૈસાનો વધારો: કુલ 213 કરોડનો ધૂમ્બો!


ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ 5000 મિલિયન યુનિટ ઓછી વીજળી ખરીદી તેને પરિણામે પાવર પરચેઝ કોસ્ટમાં વધારો થઈ જતાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની ચાર વીજ વિતરણ કંપનીઓના 1.30 કરોડ વીજ જોડાણધારકોએ જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળાના બિલમાં વીજ વપરાશના ચાર્જમાં યુનિટદીઠ 12 પૈસા વધુ ચૂકવવા પડશે. પરિણામે ગુજરાતના વીજજોડાણધારકો પર ત્રણ મહિનામાં વીજબિલમાં 213 કરોડનો વધારાનો બોજ આવશે.
વીજ સેક્ટરના જાણકારનું કહેવું છે કે ગયા નાણાંકીય
વર્ષ દરમિયાન એપ્રિલ-મે-જૂનમાં વીજ કંપનીએ 26520 મિલિયન વીજ યુનિટની ખરીદી કરી હતી. તેની સામે એપ્રિલ-મે-જૂન 2020માં તેમણે 21348 મિલિયન યુનિટ વીજળીની ખરીદી કરી હતી.લોકડાઉનને કારણે ઔદ્યોગિક વીજ વપરાશ ઓછો થઈ જતાં તેમણે આ ખરીદી કરી હતી. પરિણામે ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ વીજળી ખરીદવાની ફોમ્ર્યુલા હેઠળ તેમણે કરેલા ખર્ચમાં યુનિટદીઠ 12
(અનુસંધાન પાના નં.8)
પૈસાનો વધારો આવ્યો



હતો. આ સાથે જ એક યુનિટ વીજળી પર એફપીપીપીએની ફોમ્ર્યુલા મુજબ રૂા. 2 વસૂલવાના થાય છે.
અત્યાર સુધી ય ુનિટદીઠ આ ફોમ્ર્યુલા હેઠળ રૂા.1.90ની વસૂલી કરવામાં આવતી હતી. જીયુવીએનએલની વીજવિતરણ કંપનીઓ
તેમની પોતાની રીતે યુનિટદીઠ 10 પૈસા વધારે બિલમાં વસૂલવાની કાયદેસર સત્તા ધરાવે છે. બાકીને યુનિટદીઠ 2 પૈસા વસૂલવા માટે તેણે જર્ક-વીજ નિયમન પંચ પાસે મંજૂરી લેવી પડે છે. તેથી આ બે પૈસા મંજૂરી મળ્યા બાદ ઓક્ટોબર-નવેમ્બર-ડિસેમ્બરના ત્રિમાસિક ગાળાના બિલમાં વસૂલશે.
માર્ચની 25મી પછી લોકડાઉન આવી જતાં ઔદ્યોગિક એકમોનો વીજવપરાશ મંદ અને બંધ પડી જતાં ઓછી વીજળીની ખરીદી થઈ હોવાનું માનવામાં આવે
છે. તેથી પાવર પરચેઝ કોસ્ટ યુનિટદીઠ રૂા.4.56થી વધીને રૂા.4.66 થઈ ગઈ છે.વીજખરીદીની કિંમત ઊંચી જવાનું બીજું પણ એક કારણ છે. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનના પોતાના પ્લાન્ટ 20 ટકા ક્ષમતાઓ ચાલતા હોવાથી બહારની કંપનીઓ પાસેથી વીજળીની ખરીદી વધુ કરવી પડી છે.



રિલેટેડ ન્યૂઝ