રેલવેએ ‘દલાલો’ પાસેથી રૂપિયા 87 લાખની ટિકિટ જપ્ત કરી

- 3 મહિનાના અભિયાનમાં સવા ત્રણસો જેટલા દલાલો પણ ગિરફ્તાર

પશ્ર્ચિમ રેલવેના રેલવે સુરક્ષા દળ દ્વારા જુલાઈથી સપ્ટેમ્બર 2020 સુધીના સમયગાળા દરમિયાન ટિકિટ દલાલો સામે ચલાવવામાં આવેલા વિશેષ અભિયાનો દરમિયાન પકડવામાં આવેલ 298 વખતમાં ઈ-ટિકિટ અને યાત્રા સાથે અનામત ટિકિટ સહીત લગભગ 87.55 લાખ રૂપિયાનાં મૂલ્યની કુલ 5547 ગેરકાનૂની ટિકિટો જપ્ત કરવામાં આવી અને 315 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકર દ્વારા જારી એક યાદી મુજબ, ગયા વર્ષે જુલાઈથી સપ્ટેમ્બર સુધીમાં આ જ સમયગાળામાં પકડવામાં આવેલ 146 મામલાઓમાંઈ-ટિકિટ સહીત 50.16 લાખ રૂપિયાના મૂલ્યની કુલ 2099 ટિકિટો જપ્ત કરવામાં આવી હતી અને 171 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. આ જ રીતે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે પકડવામાં આવેલા મામલાઓની સંખ્યા બમણાથી પણ
વધુ થઇ ગઈ છે. આ જ રીતે ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિઓ અને જપ્ત ટિકિટોની સંખ્યા તેમજ ઈ-ટિકિટોનાં મૂલ્યમાં પણ ઉલ્લેખનીય વૃદ્ધિ થઇ છે. વિશેષ અભિયાનો દરમિયાન એવું જોવામાં આવ્યું છે કે રીયલ મેંગો સોફ્ટવેરના ઉપયોગનાં માધ્યમથી ઈ-ટિકિટોના બુકિંગમાં ગડબડ કરાઇ હતી.

રિલેટેડ ન્યૂઝ