રાફેલમાં પણ ‘બોફોર્સ-કાંડ’નો ધડાકો

કંપનીના એકાઉન્ટ ઓડિટમાં 4.39 કરોડ કલાયન્ટનાં ‘ગિફટ’નાં નામ પર ખર્ચાયેલા દર્શાવાયા પણ ચોખવટ નથી કરાઈ!

ફાન્સની ન્યૂઝ વેબસાઈટ મીડિયા-પોર્ટે ફરી એકવાર ડીલમાં ભ્રષ્ટાચારની જતાવી આશંકા

ફ્રાન્સની ન્યૂઝ વેબસાઈટ મીડિયા-પાર્ટે ફરી એકવાર રાફેલ લડાકૂ વિમાનની ડીલમાં ભ્રષ્ટાચારની આશંકા જતાવી છે. તેણે આ મુદ્દે અન્ય સવાલો પણ ઉઠાવ્યા હતા. ફ્રેન્ચ એન્ટી કરપ્શન એજન્સી અઋઅના તપાસ અહેવાલથી પ્રકાશિત સમાચાર અનુસાર, દસો એવિએશન દ્વારા કેટલીક બોગસ દૃશ્યમાન ચુકવણી કરવામાં આવી છે. કંપનીના 2017ના એકાઉન્ટ ઑડિટમાં 5 લાખ 8 હજાર 925 યૂરો (4.39 કરોડ રુપિયા) ક્લાયંટ ગિફ્ટના નામ પર ખર્ચાયેલા નોંધવામાં આવ્યા છે. પરંતુ આટલી મોટી ધનરાશિના કોઈ ચોક્કસ પુરાવા અને સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું નથી. મોડલ બનાવનાર કંપનીનું માર્ચ 2017માં એક જ બિલ ઉપલબ્ધ કરાયું હતું.
અઋઅની પૂછપરછમાં દસો એવિએશને જણાવ્યું હતું કે તેણે રાફેલ વિમાનના 50 મોડલ એક ભારતીય કંપની જોડે બનાવડાવ્યા હતા. આ મોડલ માટે 20 હજાર યૂરો (17 લાક રુપિયા) પ્રતિ નંગના હિસાબથી
ચૂકવ્યા હતા. જોકે, આ મોડલ ક્યાં અને કેવી રીતે ઉપયોગમાં લેવાયા તેના એકપણ પુરાવા આપ્યા નહતા. મીડિયા-પાર્ટની રિપોર્ટના આધારે જણાવાયુ હતું કે મોડલ બનાવવા માટે કથિત રીતે ભારતની કંપની ઉયરતુત જજ્ઞહીશિંજ્ઞક્ષતને કાર્ય સોંપવામાં આવ્યું હતું. આ કંપની દસોની ભારતમાં સબ-કોન્ટ્રાક્ટર કંપની છે. આ કંપનીની માલિકી ધરાવતા પરિવાર સાથે જોડાયેલા સુષેણ ગુપ્તા સંરક્ષણ સોદામાં વચેટીયા અને દસોના એજન્ટ પણ હતા.
સુષેણ ગુપ્તાની 2019માં અગસ્તા- વેસ્ટલેન્ડ હેલીકોપ્ટરની ખરીદીમાં થયેલા કૌભાંડની તપાસ દરમિયાન એન્ફોર્સમેન્ટ નિયામકશ્રીએ ધરપકડ પણ કરી હતી. મીડિયા-પાર્ટના અનુસાર સુષેણગુપ્તાએ જ દસો એવિએશનને માર્ચ 2017માં રાફેલ મોડલ બનાવવાનું બિલ આપ્યું હતું.
કોંગ્રેસે રાફેલ ડીલમાં અનિયમિતતાનો આરોપ લગાવ્યો હતો. પાર્ટીએ ઓક્ષેપ લગાવ્યો હતો કે ઞઙઅ સરકારે જે વિમાનને 526
કરોડમાં ખરીદ્યું હતું, તેના માટે ગઉઅ સરકારે 1670 કરોડ રુપિયા પ્રતિ વિમાનનો દર ચૂકવ્યો છે. કોંગ્રેસે બીજો સવાલ એ ઉઠાવ્યો હતો કે આ ડીલમાં સરકારી એરોસ્પેસ કંપની હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને કેમ સામેલ કરવામાં નહોતી આવી? આ નિર્ણય વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી યાચિકાને સુપ્રીમ કોર્ટે 14 નવેમ્બર 2019સે બરતરફ કરી દીધી હતી. જઈએ કહ્યું હતું કે આ મુદ્દે કોઈપણ પ્રકારની તપાસ કરવાની જરૂર નથી.
કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે અમને નથી લાગતું કે રાફેલ લડાકૂ વિમાનની ડીલના કેસમાં કોઈપણ પ્રકારની ઋઈંછ અથવા તપાસ કરવાની જરૂર છે. અદાલતે 14 ડિસેમ્બર 2018ના રોજ રાફેલ ડીલની પ્રોસેસ અને સરકારની ભાગીદારી ચૂંટણીના કોઈપણ પ્રકારની તરફેણ અને આરોપોને પાયાવિહોણા બતાવ્યા હતા.

ચૂંટણી દરમિયાન ફરીથી રાફેલનો મુદ્દો પ્રકાશમાં આવી શકશે
ફ્રાન્સની વેબસાઈટના દાવાઓ પછી ફરી એકવાર રાફેલ રક્ષા ડીલની ચર્ચાઓ જોર પકડી શકે છે. ગત લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રાફેલ ડીલમાં થયેલા ભ્રષ્ટાચારના મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો હતો. પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાનું મતદાન 5મી એપ્રિલે યોજાવા જઈ રહ્યું છે. તેવામાં કોંગ્રેસને કેન્દ્ર સરકાર ઊપર નિશાન સાધવા માટે કમાનમાં વધુ એક તીર મળી ગયું છે.

રિલેટેડ ન્યૂઝ