રાજકોટ સહિત 8 મનપામાં હવે એડિ. કક્ષાના અધિકારી નિમાશે

- આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી વહીવટી તંત્રમાં કરાશે આમૂલ ફેરફાર

આગામી દિવસોમાં વહીવટીતંત્રમાં મોટા ફેરફાર થવાની સંભાવના છે. ગુજરાત સરકાર એડિશનલ કક્ષાના અધિકારીઓની નવી કેડર રચવા જઇ રહી છે.રાજ્યના આઠ મહાનગર પાલિકા ઉપરાંત નગરપાલિકાઓમાં પ્રાંત અધિકારી ઉપર ખાસ એડિશનલ કક્ષાના અધિકારી નિમવા આવે તેવુ જાણવા મળ્યુ છે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર વહીવટી તંત્રમાં આમૂલ ફેરફાર કરવા તત્પર છે. કોરોનાની મહામારીમાં લોકોને પડેલી હાડમારી બાદ હવે સરકાર પ્રજાલક્ષી નિર્ણય કરવા મજબૂર બની છે. અધિકારિક સૂત્રોના મતે, વહીવટી તંત્રમાં વધુ ગતિશિલતા લાવવા માટે પ્રાંત અધિકારીથી ઉપલી કક્ષાએ એડિશનલ કક્ષાના અધિકારીની નિમણૂંક કરી નવી કેડર ઉભી કરવા નક્કી કરાયુ છે. આ નિમણૂંકને પગલે મહેસૂલી કામોઝડપથી થશે.અત્યારે તો નવી કેડરને લઇને સામાન્ય વહીવટ વિભાગે મુખ્યમંત્રી સમક્ષ દરખાસ્ત મંજુરી આૃર્થે મોકલી આપી છે. મુખ્યમંત્રીની લીલીઝંડી મળતા ઓર્ડર આપવામાં આવશે.
આ નવી કેડર ઉભી કરવા
પાછળનું કારણ એ છેકે, ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓ પાસે વહીવટી કામકાજનો ઝાઝો અનુભવ નહી હોવાને કારણે નિધારિત લક્ષ્યાંક સિધૃધ થઇ શકતો નથી. આ કારણોસર મહાનગર પાલિકા અને નગરપાલિકાઓમાં એડિશનલ કલેક્ટર કક્ષાના અધિકારીઓની નિમણૂંક કરવા નક્કી કરાયુ છે.

રિલેટેડ ન્યૂઝ