રાજકોટ સહિતના 6 શહેરમાં 11 માર્ચથી મહિલા ક્રિકેટ ટૂર્ના.

BCCIએ જાહેર કર્યો કાર્યક્રમ

બીસીસીઆઈની મોટી જાહેરાત આ તારીખથી શરૂ થઈ રહ્યું છે મહિલા ક્રિકેટ સત્ર, ગુજરાતના આ શહેરમાં પણ રમાશે ટૂર્નામેન્ટ
ભારતીય ક્રિકેટ બોર્ડે પોતાના સંબંધિત વિભાગે જાણ કરી છે કે, મહિલા ઘરેલૂ ક્રિકેટ સત્રનો આરંભ 11 માર્ચથી 50 ઓવરની ટૂર્નામેન્ટથી થશે. બીસીસીઆઈ સચિવ જય શાહે પત્ર જાહેર કર્યો છે. જેમાં આ પ્રકારની જાણકારી આપવામાં આવી છે. જેમાં મેચનો કાર્યક્રમ પણ શામેલ છે.
આ ટૂર્નામેન્ટ છ જગ્યાએ રમાશે. જેમાં સુરત, રાજકોટ, જયપુર, ઈન્દૌર, ચેન્નઈ અને બેંગલુરૂમાં આયોજન કરવામાં આવશે. આ ટીમો ચાર માર્ચે સંબંધિત જગ્યાએ પહોંચીજશે. ત્યાર બાદ તેમના 4, 6 અને 8 માર્ચે કોરોના ટેસ્ટ કરવામાં આવશે. ત્યાર બાદ ખેલાડીઓ રમવા માટે યોગ્ય ગણાશે.
પાંચ એલિટ ગ્રુપમાં ટોપ પર રહેનારી ટીમ સીધા નોકઆઉટમાં જશે, જ્યારે અંકના આધારે આગળના
ત્રણ સર્વશ્રેષ્ઠ સ્થાન પર રહેનારી ટીમ પણ આગળ વધશે. પણ તેમાં છેલ્લા નંબરની ટીમને ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવવા માટે પ્લેટ ગ્રુપમાંથી શીર્ષ પર રહેનારી ટીમ સાથે ટક્કર લેવાની રહેશે.
ક્વાર્ટર ફાઈનલ 29 માર્ચે, સેમિફાઈનલ એક એપ્રિલ અને ફાઈનલ 4 એપ્રિલે રમાશે. નોકઆઉટની જગ્યાનો નિર્ણય બાદમાં લેવામાં આવશે. જણાવી દઈએ કે, હાલમાં બંગાળ ચેમ્પિયન છે.

રિલેટેડ ન્યૂઝ