રાજકોટમાં કોરોનાના વધુ 32કેસ,સવારે 48 કેસ નોંધાયા છે,

રાજકોટ શહેરના 8 દર્દીઓએ દમ તોડયો : શહેરમાં કુલ કેસનો આંકડો 1308 થઇ ગયો

રાજકોટ શહેરની બગડતી સ્થિતિ : એકજ દિવસમાં રેકોર્ડ બે્રક 80 કેસ નોંધાયા

બે દિવસ ગ્રામ્ય વિસ્તારમાં કેસો મળ્યા બાદ રવિવારે અચાનક કેસ ઘટી ગયા

(પ્રતિનિધી દ્વારા)
રાજકોટ તા. 2
કોરોનાથી રાજકોટ શહેરની સ્થિતિ દિનબદદિન કથળી રહી છે. આજ રવિવારે એક જ દિવસમાં મહાપાલિકા વિસ્તારમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી કોરોનાઅએ નવો રેકોર્ડ બનાવ્યો છે. શહેરમાં 80 અને ગ્રામ્યમાં 14 મળી 94 અને અન્ય જિલ્લાના 6 સહિત કુલ 100 કેસ નોંધાતા ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. બીજી તરફ મોતનો પણ સિલસિલો પણ યથાવત રહ્યોછે. આજે પણ 11ના મોત નિપજતા શહેર ઉપર કોરોના હાવી થઇ ગયો હોવા છતાં પણ તંત્ર દ્વારા સબ સલામતના બણગા ફુકવામાં આવ્યો છે.
રાજકોટમાં કોરોનાનું તાંડવ આજે પણ યથાવત રહેવા પામ્યું છે. સિવિલ હોસ્પિટલમાં રાજકોટ શહેરના 8, ગ્રામ્ય
વિસ્તારના એક અને અન્ય જિલ્લાના બે મળી કુલ 11 દર્દીના મોત થયા છે.
રાજકોટ શહેરમાં કોરોનાની દબાયેલી સ્પીંગ ઉયળી છે આજે રવિવારે અત્યાર સુધીના સૌથી વધુ 80 કેસ નોંધાતા સરકારી તંત્રમાં હંડકપ મચી
ગયો છે.
મહાપાલિકાએ જાહેર કરેલ સત્તાવાર આંકડા મુજબ ગઇકાલ સાંજથી આજ બપોરના 12 વાગ્યા સુધીમાં 48 કેસ નોંધાયા હતા. ત્યારબાદ સાંજે વધુ 32 દર્દીઓ કોરોનાની ઝપટે ચડતા આજે એક જ દિવસમાં શહેરમાં 80 કેસ
નોંધાયા છે. જે અત્યારસુધીના હાઇએસ્ટ છે.
રાજકોટમાં ગઇકાલે એક દિવસમાં 916 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ટેસ્ટીંગનું પ્રમાણ ધવારતા કેસમાં પણ શેરબજારની માફક તેજીનું ધોડાપુર આવ્યું છે. આજે 80કેસ આવતા શહેરમાં કુલ 1308 થઇ ગયા છે. જ્યારે 658 સારવાર હેઠળ છે.
છેલ્લા બે દિવસથી રાજકોટ ગ્રામ્યમાં કેસમાં વધારો નોંધાયો બાદ આજે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાએ રવિવારની રજા રાખી હોય તેમ માત્ર 14 કેસ
નોંધાયા છે. તેમાં ગોંડલમાં 3, ધોરાજી - જસદણમાં બે, જામકંડોરણા, ઉપલેટા, કોટડાસાંગાણી, લોધીકા, પડધરીમાં એક - એક કેસ નોંધાયો છે. આમ જિલ્લામાં 699 કેસ પહોંચી ગયા છે. રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસ 2007 થઇ ગયા છે.
જસદણ
જસદણ શહેરના કૈલાશનગર વિસ્તારમાં રહેતા પુનમબેન પંકજભાઈ શુક્લ ઉ.વ. 57,
વડલાવાડી વિસ્તારમાં રહેતા નાથીબેન નાગજીભાઈ ડોબરીયા ઉ.વ.70 અને જસદણ તાલુકાના આટકોટ ગામે ગઢ નજીક ઘનશ્યામ
નગરમાં રહેતા બિપીનભાઈ ધર્મેશભાઈ જેઠવા ઉ.વ.43 નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. અત્યાર સુધીમાં જસદણ પંથકમાં કોરોનાને લીધે કુલ સાત વ્યક્તિના મૃત્યુ થઈ ચુક્યા છે. અને અંદાજે પાત્રીસથી વધારે લોકે કોરોનની સારવાર માટે હોસ્પિટલમાં છે. જ્યારે એશીથી વધારે લોકો કોરોનાને પરાસ્ત કરી સાજા થઈ ચુક્યા છે.
જામકંડોરણા
જામકંડોરણા તાલુકામાં કોરોના પોઝીટીવ કેસમાં સતત વધારો થઇ રહયો છે. આજે
તાલુકાના તરકારસર ગામે શંભુભાઇ શામજીભાઇ ધામેલીયા (ઉ.વ. 58)નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ પોઝીટીવ કેસ નોંધાતા જામકંડોરણા તાલુકા હેલ્થ ઓફીસર ડો. સમીર દવે તથા આરોગ્યની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે અત્યાર સધુીમાં જામકંડોરણા તાલુકામાં પોઝીટીવ કેસનો આંક 42 પર પહોચ્યો છે.
ધોરાજી
ધોરાજી માં બે કોરોના પોઝીટીવ કેસ નોધાયા છે 55 વર્ષીય મહીલા તથા વૃધ્ધને કોરોના
પોઝીટીવ રીપોટ આવેલ છે.રિલેટેડ ન્યૂઝ