રાજકોટમાં કોરોનાથી 31 મોત

કાતિલ કોરોનાની બીજી લહેર ખૌફનાક, મોતનાં તાંડવથી લોકોમાં ભયનો માહોલ

હોસ્પિટલો અને સ્મશાનગૃહોમાં મૃતદેહોની લાઈનો લાગી, અંતિમ સંસ્કારમાં પણ વેઈટિંગ

ગઈકાલે રેકોર્ડ બ્રેક 395 કેસ નોંધાતા કુલ કેસનો આંકડો 21 હજારને પાર

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં હોળી-ધૂળેટીના તહેવાર બાદ કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે. મુખ્યમંત્રીના હોમટાઉનમાં કોરોનાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ નવા કેસનો આંકડો અને મોતના આંકડા ચિંતાજનક રીતે વધી રહ્યા હોવાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. કોરોના ની બીજી લહેર વધુ ખતરનાક અને આક્રમક બની હોય તેમ દર કલાકે 1 દર્દીનું મોત થઈ રહ્યું છે.છેલ્લા 24 કલાકમાં વધુ 31 દર્દીના મોત સાથે 2 દિવસમાં 55 લોકોના મોત નિપજતાં આરોગ્ય તંત્ર ઊંધા માથે થઈ ગયું હતુ. જ્યારે નવા કેસની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા દિવસોથી નવા કેસોમાં ભારે ઉછાળોનોંધાઈ રહ્યા છે. ગઈકાલે રેકોર્ડ બ્રેક 395 નવા કેસો નોંધાયા હતા. આ સાથે જ કુલ કેસોનો આંક 21 હજારને પાર પહોંચી ગયો છ.ે જ્યારે એકટીવ કેસની સંખ્યા પણ 1863ઉપર પહોંચી જતા ચિંતાનું મોજુ ફેલાયું છે.જ્યારે કોરોનાએ મોતનું તાંડવ મચાવતા હોસ્પિટલો અને સ્મશાન ગૃહોમાં મૃતદેહોની લાઈનો લાગી છે અને અંતિમ સંસ્કારમાં પણ વેઈટિંગ ની સ્થિતિ સર્જાય છે.
રાજકોટ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ફરી વધી રહ્યું છે. જે કાબુમાં લેવા તંત્ર દ્વારા નાઈટ કર્ફ્યુનો સમય વધારવા અને બાગ બગીચા બંધ કરવા સહિતના પગલાઓ લેવામાં આવ્યા છે. છતાં કોરોના
બેકાબુ બનતો જઈ રહ્યો છે. દિન પ્રતિદિન કોરાના કેસોમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે.
રાજકોટમાં ફરી કોરોના સતત વધી રહ્યો છે જ્યારે આજે રાજકોટની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ 31દર્દીના મોત નીપજતા ફફડાટ ફેલાયો છે. ગઈકાલે એક જ દિવસમાં કોરોનાના નવા 395 કેસ નોંધાતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી હતી જ્યારે તેની સામે કોરોનાથી 164 દર્દીઓ કોરોના મુકત થતા એમને
હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
શહેરમાં આરોગ્ય વિભગ દ્વારા અત્યાર સુધીમાં 7.19 લાખ લોકોના કોરોના ટેસ્ટ થઈ ચુકયા છે. જેમાંથી 21002 દર્દીઓનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.
જે પૈકી 18802
દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થઈ ચુક્યા છે. જ્યારે હજુ 1863 દર્દીઓ શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાના નવા કેસોની સામે સાજા થતા દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાતા રિકવરી રેઈટ ઘટીને 91.24 ટકા થયો છે. જ્યારે શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલના 267 બેડ ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું છે.

ગઈકાલના 24 પૈકી માત્ર 5 જ મોત કોરોનાથી ગણાવ્યાં
કોરોનાથી થતા મોત અંગે સરકાર દ્વારા કોવિડ ડેથ ઓડિટ કમિટીની રચના કરવામાં આવી છે. જે કમિટી દ્વારા કોરોના દર્દીના મોતના કારણ અંગે રીવ્યુ કરવામાં આવે છે. જે મુજબ ગઈકાલે
રાજકોટના સરકારી અને ખાનગી હોસ્5ટિલમાં કોરોનાથી 24 દર્દીનાં મોત થયા હતા. જોકે કમિટી દ્વારા 24 પૈકી 5 દર્દીના મોત કોરોનાંથી થયાનું જ્યારે બાકીના દર્દીના મોત અન્ય બીમારીથી થયાનું જણાવાયું છે.

રિલેટેડ ન્યૂઝ