રાજકોટના પોશ વિસ્તારમાં કોરોનાનો પગપેસારો

અમિન માર્ગના ચિત્રકૂટધામ, પુષ્કરધામ રોડ પર કેવલમ્ રેસિડેન્સીમાં પોઝિટિવ કેસ: કીટીપરામાં દેશી દારૂની બુટલેગર કોરોનાગ્રસ્ત નીકળી: રાજકોટ શહેર-જિલ્લામાં કોરોના કેસનો આંક 100ને પાર

આટલા વિસ્તારમાંથી કેસ મળ્યા

*ન્યૂ કોલેજવાડી
* યાજ્ઞિક રોડ (જાગનાથ)
* કાલાવડ રોડ
* જંગલેશ્ર્વર
* તાપસ સોસાયટી
*રોયલ પાર્ક
મુંજકા
*શિયાણીનગર
હ કોઠારિયા રોડ
* સહકાર સોસાયટી
* કેવલમ રેસિ. (પુષ્કરધામ)
* ચિત્રકૂટધામ (અમિનમાર્ગ)
* કીટીપરા (ગાયકવાડી)

  • અત્યાર સુધીના કેસની યાદી

( રાજકોટ તા.28
શહેરમાં આમતો કાતિલ કોરોનાનું હોટ સ્પોટ જંગલેશ્વર છે. પરંતુ આ જીવલેણ વાયરસે જંગલેશ્વર બહારના પોશ વિસ્તારોમાં પણ પોતાનો રાક્ષસી પંજો વિસ્તાર્યો છે. ધીમે ધીમે કરીને શહેરને ચારેબાજુથી કોરોના કોતરવા લાગ્યો છે. આજે વધુ ત્રણ કેસ નવા જ વિસ્તારમાંથી મળી આવ્યા હતા. શહેર ઉપરાંત રાજકોટ જિલ્લાના શાપર, ગોંડલના જામવાડી અને માંડવા ગામેથી પણ ત્રણ કેસ મળી આવતા આજે એક જ દી’માં રાજકોટ જિલ્લામાંથી અડધો ડઝન જેટલા પોઝિટિવ કેસ મળી આવતા ભયનો માહોલ પ્રસરી ગયો છે. રાજકોટમાં જંગલેશ્ર્વર ઉપરાંત ધીમે ધીમે અન્ય વિસ્તારો પણ ડેન્જર ઝોન બની ગયા છે. જે રાજકોટ માટે ખતરાની ઘંટડી કહી શકાય. કોરોના વાયરસના કેસ અત્યાર સુધી અમુક સિમિત વિસ્તારમાં જ હતા. તેમાથી જંગલેશ્વર મુખ્ય હોટ સ્પોટ છે. જે દહેશત હતી એવુ જ બની રહ્યુ છે. જંગલેશ્વરમાંથી જીવલેણ વાયરસનો પંજો સમગ્ર શહેરને ભરડો લે તેવી ભીતિ વચ્ચે ક્ધટેઇનમેન્ટ એરિયા વધતા જાય છે. વાયરસ વિસ્તારના સીમાડા જે રીતે ઓળંગી રહ્યો છે એ જોતા રાજકોટમાં ગંભીરતા અને ચિંતા વધી રહી છે. જંગલેશ્વરથી કોરોના જાણેઓક્ટોપસની જેમ ફેલાઇ રહ્યો છે. એમાયે હવે તો જિલ્લાફેરની છૂટછાટમાં આવન-જાવન વધવા લાગતા અમદાવાદ, સુરત, ભાવનગર જેવા હોટ સ્પોટ શહેરોમાંથી કાતિલ કોરોનાના ચેપથી રાજકોટમાં ગંભીરતા વકરતી જાય છે.
આજે રાજકોટ શહેરમાં તદન નવા જ ત્રણ વિસ્તારમાંથી ત્રણ પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જેમા કાલાવડ રોડ પર પુષ્કરધામ પાસે કેવલમ રેસિડેન્સીમાં 27 વર્ષિય મહિલા અર્ચનાબેન કલ્યાણભાઇ અગ્રાવત અમદાવાદથી જ કોરોનાનો ચેપ લઇને આવ્યા હતા. આવી જ રીતે અમિનમાર્ગ પર ચિત્રકૂટધામમાં રહેતા જશમતિબેન લક્ષ્મીદાસ વિષ્ણુ નામના 87 વર્ષિય વૃધ્ધા પણ કોરોનાગ્રસ્ત નીકળ્યા છે. જ્યારે ગઇકાલે દેશી દારૂના કેસમાં પ્રદ્યુમનનગર પોલીસ ગાયકવાડી પાસેના કીટીપરામાંથી જેને ઉઠાવી લાવ્યા હતા એ હશુબેન મુન્નાભાઇ રાઠોડ નામની
42 વર્ષિય મહિલા બુટલેગરનું મેડિકલ ચેકઅપ કરવામા આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
મહિલ બુટલેગરને પોલીસ સ્ટેશને લઇ આવ્યા બાદ તેના સંપર્કમાં આવેલા 7 પોલીસમેનને ક્વોરન્ટાઇન કરાયા છે. આ ઉપરાંત મહિલા બેટલેગર છેલ્લા બે થી ત્રણ દિવસમાં 40થી વધુ પ્યાસીઓને કોથળી આપી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલતા આ તમામ પ્લાસીઓની ઓળખ મેળવીને તેની શોધખોળ માટે તંત્ર ઘાંઘુ થયુ છે.
શહેરના આ નવા ત્રણ વિસ્તારના કેસ ઉપરાંત જિલ્લામાં પણ અજગરભરડો વધુ ગંભીર બનતો જાય છે. નવા ત્રણ કેસ
જિલ્લામાંથી પણ મળી આવ્યા છે. ગોંડલના જામવાડીમાં 18 વર્ષિય પરપ્રાંતિય યુવાન ભવનરલાલ જા, કોટડા સાંગાણીના નાના વડિયા ગામે તેમજ શાપર-વેરાવળમાં થોડા સમય પહેલા ટીવી ચેનલના એક મીડિયાકર્મ કેમેરામેન ઉપર હુમલો કરનાર શખ્સોમાંથી મોહનો નામના પરપ્રાંતિય શખ્સ હાલ જેલમાં છે અને તેના મેડિકલ ચેકઅપના રિપોર્ટમાં આ શખ્સ કોરોનાગ્રસ્ત નીકળ્યો છે.

રિલેટેડ ન્યૂઝ