મુસ્લિમોના ‘બહુપત્નીત્વ’ ધારાને SCમાં પડકાર

અરજકર્તાએ કહ્યું મુસ્લિમ સમુદાય IPC કલમ 494થી બાકાત કેમ?

(પ્રતિનિધિ)
નવી દિલ્હી તા.5
મુસ્લિમ પુરુષોને એકથી વધારે લગ્ન કરવાની પરવાનગી આપનાર આઈપીસીની કલમ અને શરીયત કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અરજીકર્તાનું કહેવું છે કે એક સમુદાયને દ્વિવિવાહની પરવાનગી ન આપી શકાય. જ્યારે અન્ય ધર્મોમાં આ પ્રકારના બહુંલગ્ન પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ સાથે અરજીમાં કહેવામાં આવ્યું છે કે આઈપીસીની કલમ 494 અને શરીયત લોની કલમ 2ની એ જોગવાઈને ગેરસંવિધાનીક કરાર કરી દેવામાં આવે. જે અંતર્ગત મુસ્લિમ પુરુષોને એકથી વધારે લગ્ન કરવાની પરવાનગી આપવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટમાં અરજી કર્તા તરફથી વકીલ વિષ્ણુ શંકર જૈને અરજી દાખલ કરતા કહ્યું કે મુસ્લિમ પર્સનલ લો(શરીયત) એપ્લિકેશન એક્ટ 1937 અને આઈપીસીની કલમ 494 મુસ્લિમ પુરુષોને એકથી વધારે લગ્ન કરવાની
પરવાની આપે છે જે ગેર બંધારણીય છે. અરજીકર્તાએ સુપ્રીમ કોર્ટમાં માંગ કરી છે કે આ જોગવાઈઓને સંપૂર્ણ રીતે ગેર બંધારણીય જાહેર કરવામાં આવે.
અરજીકર્તાઓને સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી છે કે મુસ્લિમસમુદાયને છોડીને હિંદુ, પારસી અને ક્રિશ્યન પુરુષો જો પત્ની હોવા છતાં બીજા લગ્ન કરે છે તો તે આઈપીસીની કલમ 494 અંતર્ગત ગુનેગાર માનવામાં આવે છે. અરજીમાં કહેવામાં આવ્યુ છે કે આ રીતે જોવામાં આવે તો
ધર્મના નામ પર
(અનુસંધાન પાના નં.8)
બીજા લગ્ન કરવાની પરવાની આપવી આઈપીસીની જોગવાઈઓમાં ભેદભાવ છે. આ સાથે આ પ્રકારની જોગવાઈ સંવિધાનના અનુચ્છેદ 14 સમાનતાના અધિકાર અને અનુચ્છેદ -15(ધર્મ અને જાતિ
વગેરેના આધારે ભેદભાવ નહીં)ની જોગવાઈનું સીધું દેખીતી રીતે ઉલંઘન છે.
સુપ્રીમ કોર્ટમાં પોતાની દલીલ કરતા અરજીકર્તાએ વકીલને કહ્યું કે આઈપીસીની ધારા 494 અંતર્ગત જોગવાઈ છે. જોગવાઈ છે કે જો કોઈ
વ્યક્તિ એક પત્ની હોયને બીજા લગ્ન કરે છે તો તેને અમાન્ય માનચા એવું કરનાર વ્યક્તિને 7 વર્ષની સજા આપવામા આવી શકે છે.

રિલેટેડ ન્યૂઝ