મુંબઈમાં બાકી બધ્ધું બંધ IPLની નાઈટ મેચ ચાલુ!

શનિ-રવિવારનું લોકડાઉન, રાત્રિ કર્ફ્યૂ વગેરે બધ્ધું સામાન્ય લોકો માટે, રૂપિયા રળી આપતી ક્રિકેટ-લીગ્સ માટે ઊઘાડી છૂટ

આઇપીએલની 14 સિઝન શરૂ થવા આડે હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે. શુક્રવારથી આઇપીએલનું બ્યૂંગલ ફૂંકાશે. એક તરફ દેશભરમાં કોરોના મહામારીનો ઉપદ્રવ ચરમ પર છે. ત્યારે આઇપીએલનું આયોજન કેટલું વ્યાજબી છે. તેના પર સવાલ ઉઠી રહ્યા છે. મુંબઇમાં વધતા કોરોનાના મામલાને ધ્યાને રાખીએ શનિ-રવિવારે લોકડાઉન અને રાત્રીના 8-00 પછી કફર્યૂ લાદી દેવામાં આવ્યો છે. આથી લોકો સવાલ કરી રહ્યા છે કે તો પછી મુંબઇમાં આઇપીએલના મેચ કેમ રમાશે. જો કેમહારાષ્ટ્ર સરકારે આઇપીએલને લીલીઝંડી આપી દીધી છે અને રાત્રીના મેચના આયોજન માટે પણ છૂટ આપી દીધી છે. આ ઉપરાંત ખેલાડીઓને સ્ટેડિયમમાં જઇને નાઇટ પ્રેકટીસની છૂટ પણ આપી છે. મુંબઇમાં આ વખતે
આઇપીએલના 10 મેચ રમાવાના છે. આ તમામ મુકાબલા વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જેમાંના 9 મેચ સાંજે 7-30થી શરૂ થશે. પહેલો મેચ 10મીએ ચેન્નાઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વિરૂધ્ધ રમાશે. જો કે તમામ મેચ ખાલી સ્ટેડિયમમાં રમવાના છે.

રિલેટેડ ન્યૂઝ