મુંબઇ પોલીસ કમિશનર અંતે પોલીસ સમક્ષ હાજર

સુપ્રીમ કોર્ટના આદેશના પગલે હાજર થયાનું કથન

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે લાંબા સમય બાદ પોતાનું મૌન તોડ્યું છે. પરમબીરસિંહે પોતે ચંદીગઢમાં હોવાનું જણાવ્યું છે. પરમબીર સિંહે કહ્યું છે કે આજે પોતે સુપ્રિમ કોર્ટના હુકમ મુજબ મુંબઇમાં પોલીસ સમક્ષ હાજર થયા છે અને તપાસમાં સહકાર આપવા પ્રતિબદ્ધ છે.
છેલ્લા લાંબા સમયથી ખંડણી, ધમકી સહિતના
ગુનાઓમાં વોન્ટેડ પોલીસ કમિશ્નર પરમબીરસિંહ આજે સવારે અચાનક મુંબઇ પોલીસ સમક્ષ હાજર થયા હતા અને તેમણે મીડીયાને જણાવ્યું હતું કે પોતે સુપ્રિમ કોર્ટના હુકમ મુજબ હાજર થયા છે અને જે પણ કહેવાનું હશે તે કોર્ટ સમક્ષ કહેશે.
પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ મુંબઈ અને થાણેમાં 5 કેસ નોંધાયેલા છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં પરમબીર સિંહની અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.પરમબીરસિંહ વિરુદ્ધ મુંબઈ અને થાણેમાં પાંચ કેસ નોંધાયેલા છે. સુપ્રીમ કોર્ટે સોમવારે કથિત બળજબરીથી વસુલીના કેસમાં પરમબીર સિંહને ધરપકડથી રક્ષણ આપ્યું છે. આને મંજૂર કરતાં કોર્ટે
પરમબીરસિંહને તપાસમાં સામેલ થવાનો નિર્દેશ આપ્યો હતો.
ગયા અઠવાડિયે મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટે પરમબીરસિંહને ‘જાહેર ગુનેગાર’ જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે માર્ચ 2021માં બરતરફ કરાયેલા
પોલીસ અધિકારી સચિન વાજેની ધરપકડ બાદ પરમબીર સિંહને મુંબઈ પોલીસ કમિશ્નરના પદ પરથી હટાવવામાં આવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ