માઇ-બાપ વગરની કોંગ્રેસનું કોઇ ભવિષ્ય નથી: કેજરી

- લોકો કોંગ્રેસને મત આપે તો પણ ઉમેદવારો પક્ષપલટો કરી લે એટલે સરકાર તો ભાજપની જ બને છે!

બિહાર વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. નીતિશ કુમારના નેતૃત્વમાં રાજ્યમાં એનડીએની સરકાર બની ગઈ છે. ચૂંટણીમાં મહાગઠબંધનમાં સામેલ કોંગ્રેસનું પ્રદર્શન ખરાબ રહ્યું. કોંગ્રેસે 70 સીટો પર ચૂંટણી લડી અને ફક્ત 19 સીટો પર જ જીત નોંધાવી શક્યું. બિહારમાં કોંગ્રેસના નબળા પ્રદર્શન અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે કોંગ્રેસનું પતન થઈ રહ્યું છે. એવું લાગે છે કે કોંગ્રેસ પાસે કોઈ માઈ-બાપ બચ્યા નથી.
કોંગ્રેસ જે રીતે પ્રદર્શન કરી રહી છે
તેનાથી લાગે છે કે તે દેશનું ભવિષ્ય નથી. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, કોંગ્રેસ સંપૂર્ણ રીતે તૂટી રહી છે. કોંગ્રેસના કોઈ માઈ-બાપ બચ્યા નથી. અનેક રાજ્યોમાં આપણે જોઇએ છીએ કે લોકો બીજેપીથી પરેશાન થઈને કોંગ્રેસને મત આપે છે. અને
ત્યારબાદ કોંગ્રેસ ભાજપની જ સરકાર બનાવવા દે છે. કોંગ્રેસના તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાય છે. આવામાં ચૂંટણી તો અર્થહીન બની ગઈ છે.
તમે વોટ ભલેકોંગ્રેસને આપો કે ભાજપને, સરકાર તો ભાજપની જ બને છે. કેજરીવાલે કહ્યું, મને લાગે છે કે રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસના વિકલ્પ તરીકે કોઈ હોવું જોઈએ. તે પ્રાદેશિક પક્ષો તરીકે ઉભરશે અથવા કંઈક બીજું
હશે. પરંતુ કોંગ્રેસનું હવે કોઈ જ ભવિષ્ય નથી. રાષ્ટ્રીય રાજકારણમાં આમ આદમી પાર્ટીની ભૂમિકા વિશેના પ્રશ્નના જવાબમાં કેજરીવાલે કશું જ સ્પષ્ટ રીતે કહ્યું.

સમય જણાવશે કે અમારો રોલ કેવો રહેશે
કેજરીવાલે હસીને કહ્યું કે, એ તો સમય જણાવશે કે અમારો રોલ કેવો રહેશે. તેમણે કહ્યું, આમ આદમી પાર્ટી એક નાનો પક્ષ છે. પરંતુ દિલ્હીમાં થયેલા કામોને લીધે, દેશભરના લોકો
આદરપૂર્વક નઆપથને જુએ છે. મને આશા છે કે દેશના લોકો ચોક્કસપણે વિકલ્પ આપશે.

રિલેટેડ ન્યૂઝ