બલિયા-કાંડ ‘ઠર્યો’ નથી ત્યાં ભાજપ નેતા ઠાર

ઉત્તર પ્રદેશમાં અપરાધીઓને ‘યોગી’નો ખોફ રહ્યો નથી

રેવતી થાના ક્ષેત્રના દુર્જનપુરમાં થઇ હત્યાના કેસમાં પોલીસે વધુ એક નામજદ આરોપી નરેન્દ્ર પ્રતાપ સિંહની ધરપકડ કરવામાં આવી છે. નરેન્દ્ર પણ મુખ્ય આરોપી ધીરેન્દ્ર સિંહનો ભાઇ છે. અત્યાર સુધી આ કેસમાં આઠ નામજદ આરોપીઓમાંથી પોલીસે 2 નામજદ અને 5 અજ્ઞાત આરોપીની ધરપકડ કરી લીધી છે. જ્યારે મુખ્ય આરોપી હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. પોલીસના એક વરિષ્ઠ અધિકારી તેની જાણકારી આપી. બીજી તરફ ફિરોજાબાદમાં ભાજપના નેતાને ઠાર મારી અપરાધીઓએ હાહાકાર મચાવ્યો છે.
બલિયા કાંડ વિશે પોલીસના એક અન્ય અધિકારીએ
જણાવ્યું કે, જિલ્લા રેવતી થોલીસ ક્ષેત્રના દુર્જનપુર ગ્રામમાં ગુરૂવારે સરકારી સસ્તા ગલ્લાના દુકાનની પસંદગી દરમિયાન એક વ્યક્તિની થયેલી હત્યાના કેસમાં સબ ઇંસ્પેક્ટર સહિત નવ પોલીસ કર્મીઓને સસ્પેંડ કરવામાં આવ્યા છે. જિલાધિકારી હરિ પ્રસાદ શાહીએ જણાવ્યું કે કેસના આરોપીઓના હથિયારના લાઇસન્સને રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
સંજય કુમાર યાદવે શુક્રવારે જણાવ્યું હતુંકે, રેવતી થોલીસ મથક ક્ષેત્રના દુર્જનપુર ગામમાં સરકારી સસ્તા ગલ્લાની દુકાનની પસંદગી દરમિયાન થયેલી ઘટનામાં લાપરવાહી વર્તવાના કેસમાં રેવતી પોલીસમથકમાં તૈનાત સબ ઇંસ્પેક્ટર, સૂર્યકાંત
પાંડેય, સદાનંદ યાદવ તથા કમલા સિંહ યાદવ સહિત છ અન્યને સસ્પેંડ કરી દેવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશના ફિરોજાબાદમાં બીજેપી નેતા ડીકે ગુપ્તાની હત્યા કરવામાં આવી છે. બીજેપી ગુપ્તા બીજેપી મંડળના
ઉપાધ્યક્ષ હતા. અજાણ્યા લોકોએ તેના ઘરમાં ઘુસીને એક પછી એક ગોળીઓનો વરસાદ વરસાવ્યો હતો. જેના કારણે તેની ઘટના સ્થળેજ મોત થયું હતું.
હત્યાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા છે. બીજેપી નેતાની
હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. ગુસ્સે ભરાયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પહોંચી ગયો છેે.

રિલેટેડ ન્યૂઝ