પ્લાસ્ટિક ‘વેર’થી નોરતાંની ‘લહેર’

અમદાવાદ શહેરના ખેલૈયાઓમાં નવરાત્રિનો શોખ કોરોનાકાળમાં પણ મક્કમ રહ્યો છે. ત્યારે એક ખેલૈયા અનુજ મુદલિયારે ઘઉં ભરવાના પ્લાસ્ટિકના મટિરિયલમાંથી નવરાત્રિના ચણિયાચોળી તૈયાર કર્યા છે. તેમજ સાથે પાઘડી બનાવી છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ફોટો લગાવ્યો છે. ઉપરાંત અન્ય કેટલાક નેતાઓના પણ ફોટા મૂક્યા છે. કોરોનાનેધ્યાનમાં રાખીને નવરાત્રિ પર પ્રતિબંધ છે. ત્યારે ખેલૈયાએ પ્લાસ્ટિકના ચણિયાચોળી બનાવ્યા છે જે વોશેબલ છે. તેમાં કચ્છી અને સેમી કચ્છી વર્ક કરવામાં આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ