પરમબીર સિંહે આતંકવાદી કસાબનો મોબાઇલ છૂપાવી મદદ કર્યાનો આરોપ

મહારાષ્ટ્રના નિવૃત્ત ACP શમશેર પઠાણની સનસનાટી

મહારાષ્ટ્ર પોલીસના રિટાયર્ડ એસીપી શમશેર ખાન પઠાણે મુંબઈના પૂર્વ કમિશનર પરમબીર સિંહ પર ગંભીર આરોપ લગાવ્યા છે. પઠાણે પરમબીર પર 26/11ના સૌથી મોટા ગુનેગાર અજમલ આમિર કસાબની મદદ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે કસાબની પાસેથી મળેલા ફોનને પરમબીરે પોતાની પાસે રાખી લીધા હતા અને એને ક્યારેય તપાસ અધિકારીઓને સોંપ્યા નહોતા. તે એ જ ફોન હતો, જેના વડે કસાબ પાકિસ્તાનમાંથી નિર્દેશ મેળવી
રહ્યો હતો.
પરમબીર પર કસાબની સાથે આવેલા કેટલાક અન્ય આતંકીઓ અને તેના હેન્ડલર્સની મદદ કરવા તથા પુરાવાનો
નાશ કરવાનો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. પઠાણે ચાર પાનાંની એક ફરિયાદ મુંબઈના હાલના પોલીસ કમિશનરને મોકલી છે.
મુંબઈ પોલીસ કમિશનરને લખવામાં આવેલા પત્રમાં શમશેર ખાને સમગ્ર મામલાનો ઉલ્લેખ
કર્યો. તેમણે કહ્યું હતું કે 2007થી 2011ની વચ્ચે તે પાઈધૂની પોલીસ સ્ટેશનમાં વરિષ્ઠ પોલીસ-ઈન્સ્પેક્ટર તરીકે તહેનાત હતા. તેમના બેચમેટ એનઆર માલી સિનિયર ઈન્સ્પેક્ટર ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાંકાર્યરત હતા. બંનેનાં અધિકાર ક્ષેત્ર મુંબઈ ઝોન-2માં આવે છે.
પઠાણે આગળ જણાવ્યું હતું કે 26/11ના દિવસે અજમલ આમિર કસાબની ધરપકડ ગિરગાંવ ચોપાટી વિસ્તારમાંથી કરવામાં આવી હતી. આ અંગેની માહિતી મને
જ્યારે મળી ત્યારે મેં મારા સાથી એનઆર માલી સાથે ફોન પર વાત કરી હતી. વાતચીત દરમિયાન માલીએ મને જણાવ્યું હતું કે અજમલ કસાબની પાસેથી એક મોબાઈલ ફોન પણ જપ્ત થયો છે. વધુમાં તેમણે કહ્યું હતું કે અહીં ઘણા મોટા અધિકારીઓ આવ્યા છે, જેમાં એટીએસના તત્કાલીન ચીફ પરમબીર સિંહ પણ છે. માલીના જણાવ્યા મુજબ, આ ફોન કોન્સ્ટેબલ કાંબલેની પાસે હતો અને તેને એટીએસના ચીફ પરમબીર સિંહે પોતાની પાસે રાખી લીધો હતો.
મોબાઈલ ફોન આ મામલામાં સૌથી મહત્ત્વનો પુરાવો હતો. આ ફોનથી કસાબ પાકિસ્તાનમાંથી નિર્દેશ મેળવી રહ્યો હતો. આ ફોન તેના પાકિસ્તાન અને હિન્દુસ્તાનમાંના અનેક હેન્ડલરની લિન્કને સામે લાવી શકતો
હતો. આ કારણે આ ઘટનાના થોડા દિવસ પછી મેં માળી સાથે ફરી વાત કરી અને આ મામલામાં થોડી વધુ ડિટેલ કાઢવાની કોશિશ કરી.

રિલેટેડ ન્યૂઝ