નવા CM નવા 25 MLAને બનાવશે મંત્રી

ગુરુવારે નવા મંત્રીમંડળના શપથ: તમામ ધારાસભ્યોને ગાંધીનગર બોલાવાયા: રૂપાણી કૅબિનેટનાં નબળા મંત્રીઓ થશે ઘરભેળા

રાજ્યમાં નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના સત્તાવાર નિવાસે આજરોજ તા.14 સપ્ટેમ્બરે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. સાંજે 4 કલાકે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળનારી આ બેઠકમાં 2 નગરપાલિકા ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવામાં આવશે. ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આ પહેલી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક છે. જેમાં ભાવિ મંત્રી-મંડળ અંગે પણ નિર્ણાયક ચર્ચા થશે. ગુજરાતમાં મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા બાદ કેબિનેટને લઈ મથામણ શરુ થઈ ગઈ છે. નવા સીએમની ટીમમાં કોણ કોણ હશે એની અટકળો અને ચર્ચાએ જોર પકડ્યું છે. એવું મનાય છે કે નવા સીએમની ટીમમાં 22 થી 25 નવા ચહેરાઓને મંત્રીપદ મળી શકે છે.
ભાજપના વિશ્વાસપાત્ર વર્તુળો જણાવી રહ્યા છે કે હાલ કોઈને પણ નાયબ મુખ્યમંત્રી ન બનાવાય તેવી શક્યતા છે. 6 થી 7 મોટા મંત્રીઓને મંત્રીમંડળની બહાર કરવામાં આવે તેવી સંભાવના
છે.
આ ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મંત્રી બનાવવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે. રાજેન્દ્ર ત્રિવેદી મંત્રી બને તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને વિધાનસભાના સ્પીકર
બનાવવામાં આવે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. આવતીકાલ સુધીમાં મંત્રીમંડળની યાદી ફાઈનલ થવાની શક્યતા છે. બુધ અથવા ગુરુવારે નવા મંત્રીઓ શપથ લઈ શકે એવું મનાય છે. નવી કેબિનેટમાં જાતિ અને સમાજને સમીકરણોને ધ્યાનમાં રાખી મંત્રી બનાવવામાં આવશે. 2022ની ચૂંટણી પહેલાં ભાજપ સોશિયલ એન્જિનિયરીંગ દ્વારા સમીકરણોને ઠીક કરવાની કવાયત કરી રહ્યું છે.
ભૂપેન્દ્ર પટેલે રવિવારે નવા મુખ્યમંત્રી
તરીકે ચાર્જ સંભાળી લીધો છે. જ્યારે તેમના નામની જાહેરાત થઈ ત્યારે મોટાભાગના તમામ લોકો માટે આ સરપ્રાઈઝિંગ એલિમેન્ટ હતું. તેવું જ કઈ હવે મંત્રીમંડળમાં પણ નવા જૂની થાય તેવા એંધાણ લાગી રહ્યા છે. રૂપાણી સરકારના જૂના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી રૂપાણી સહિત 23 મંત્રીઓ હતા. ત્યારે, આ વખતેના મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યા ઓછી રહેશે. સાથે જ ગુજરાતના જૂના મંત્રીમંડળમાંથી 10થી 12 મંત્રીઓના પત્તા કપાઈ શકે છે. ત્યારે, તેમની સામે નવા અને યુવા ચહેરાઓને સ્થાન મળશે.

રાજ્યપાલ ‘બનાવી’ ‘વીરૂ’ને
રાજ્ય બહાર મોકલશે ભાજપ

ગુજરાતના નાથ હવે વિજય રૂપાણીની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલ બની ગયા છે. એટલે કે ભૂપેન્દ્ર પટેલ હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા છે. રાજીનામા બાદ વિજય રૂપાણીએ સંગઠનમાં કામ કરવાની ઈચ્છા વ્યકત કરી છે પરંતુ આગળ શુંનિર્ણય લેવાશે તે તો સમય જ જણાવશે. એવા સંકેત છે કે તેમને હવે રાજય પોલિટિકસથી દૂર રાખવામાં આવી શકે છે. જેનો એક રસ્તો એ છે કે તેમનેરાજયપાલ બનાવી દેવાય. આનંદીબેન પટેલને જયારે હટાવીને વિજય
રૂપાણીને સીએમ બનાવવામાં આવ્યા હતા ત્યારે આનંદીબેને પણ સંગઠનમાં કામ કરવાની ઈચ્છા વ્યકત કરી હતી પરંતુ તેમની આ ઈચ્છા પૂરી થઈ નહતી. એવું કહેવાય છે કે તેમને રાજયપાલ બનાવવામાં વિજય રૂપાણીને મહત્વની ભૂમિકા હતી. કદાચ તેમને એવું લાગતું હશે કે આનંદીબેનના રાજયમાં સક્રિય રાજકારણમાં રહેવાથી તેમની મુશ્કેલીઓ વધી શકે છે.
ગુજરાતની સંવેદનશીલતા એટલા માટે પણ વધી ગઈ છે કે હવે અહીં
વિધાનસભા ચૂંટણી વધુ દૂર નથી. અહીં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વિજય રૂપાણી સામે રાજયપાલ બનાવવાનો પ્રસ્તાવ રજુ થાય, અને જો થાય તો તેઓ સ્વીકારે કે નહીં તે આવનારો સમય જ જણાવી શકે.
બોક્ષ…….
રૂપાણીને સંગઠનમાં રાખવાય પક્ષે ‘રાજી’ નથી ?
રૂપાણીએ સંગઠનમાં કામ કરવાની ઇચ્છા દર્શાવી છે પણ તેમની ઇચ્છા દર્શાવી છે પણ તેમની ઇચ્છા પુરી થાય તેવી શકયતા નથી. સંકેત છે કે તેમને
રાજ્યના રાજકારણથી દૂર રાખવામાં આવશે. એક જ રસ્તો છે તેમને રાજ્યપાલ બનાવી દેવાય એવું કહેવાય છે કે રૂપાણીમાં યેદીપુરપ્પા જેવી તાકાત નથી કે રાજ્યપાલ બનવવા પ્રસ્તાવને ઠુકરાવી દયે.
વિજયભાઇના
રાજીનામાના કારણોમાં એક એ પણ છે કે તેઓ જ્ઞાતિ સમીકરણમાં ફીટ બેસતા ન્હોતા વિજયભાઇના રાજીનામાથી હરિયાણામાં ભાજપના જાટ નેતા ખુશ છે કારણ એ છે કે જાટને પ્રભુત્વવાળા રાજ્યમાં બીજા જાટને સીએમ બનાવી ભાજપે ત્યાં પ્રયત્ન કર્યો હતો. ત્યાં પણ નેતાઓને લાગે છે કે કંઇક ફેરફાર થશે.

નવા સંભવિત મંત્રીઓની યાદી

સૌરાષ્ટ્ર

 1. ડો. નીમાબેન આચાર્ય ધારાસભ્ય કચ્છ
 2. જીતુભાઈ વાઘાણી ધારાસભ્ય ભાવનગર
 3. ગોવિંદ પટેલ ધારાસભ્ય રાજકોટ
 4. આત્મારામ પરમાર ધારાસભ્ય ગઢડા
  દક્ષિણ ગુજરાત
 5. હર્ષ સંઘવી ધારાસભ્ય મજૂરા
 6. વી. ડી. ઝાલાવડિયા ધારાસભ્ય કામરેજ
 7. વિજય પટેલ ધારાસભ્ય ડાંગ
  ઉત્તર ગુજરાત
 8. ઋષિકેશ પટેલ ધારાસભ્ય વિસનગર
 9. શશીકાંત પંડ્યા ધારાસભ્ય ડિસા
 10. રાજેન્દ્રસિંહ ચાવડા ધારાસભ્ય હિંમતનગર
  મધ્ય ગુજરાત
 11. મયુર રાવલ ધારાસભ્ય ખંભાત
 12. રાજેન્દ્ર ત્રિવેદી ધારાસભ્ય રાવપુરા
 13. પંકજ દેસાઈ ધારાસભ્ય નડિયાદ
રિલેટેડ ન્યૂઝ