તાલિબાનોની આતંકવાદી સરકારને USની 64 મિલિયન ડૉલરની ખૅરાત!

- જે આતંકીઓએ અમેરિકા પર (9/11) હુમલો કર્યો હતો તેને આર્થિક મદદ આપતા અમેરિકાનો અસલી ચહેરો બે-નકાબ

અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબજો અને વચગાળાની સરકારના ગઠનબાદ અમેરિકાએ સોમવારે મહત્વનો નિર્ણય લીધો છે. અમેરિકાએ અફઘાનિસ્તાનના લોકોની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. તે અફઘાનિસ્તાનના લોકો માટે 64 મિલિયન ડોલરની મદદ કરશે.
એક અહેવાલ પ્રમાણે, સયુક્ત
રાષ્ટ્રમં અમેરિકી રાજદૂત લિંડા થોમ્પસન-ગ્રીનફીલ્ડએ આર્થિક સહાયને માનવીય સહાયતા ગણાવી છે. તેમણે યૂએનમાં કહ્યું, અફઘાનિસ્તાનની સ્થિતિ ગંભીર છે. એવામાં અમેરિકાએ નવી માનવીય સહાયતાના રૂપે 64 મિલિયન ડોલર આપવાનું વચન આપ્યું છે. જમીની સ્થિતિ વિશે અને સર્વેક્ષણ કર્યા બાદ ભવિષ્યમાં વધુ આર્થિક રાશિ આપવા અંગે પણ વિચાર કરવાનું કહ્યું છે. અમેરિકા પહેલા ચીન પણ અફઘાનીસ્તાનની સરકારનેઆર્થિક મદદ કરવાની જાહેરાત કરી ચુક્યું છે. ચીને 200 મિલિયન યૂઆન(31 મિલિયન ડોલર) આપવાની જાહેરાત કરી હતી. તેમા ફૂડ સપ્લાઈ અને કોરોના વાયરસ વેક્સિન પણ સામેલ છે. ચીને કહ્યું કે, નવી વચગાળાની સરકારની
રચના અફઘાનિસ્તાનમાં વ્યવસ્થા સ્થાપવા અંગે જરૂરી પગલુ હતું. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને અફઘાનિસ્તાનમાં આર્થિક સંકટનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે, અમેરિકા અને અન્ય દેશોએ અફઘાનિસ્તાનના લોકોની મદદ કરવી જોઈએ.
સયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટેરેસએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેનારને અફઘાનિસ્તાના લોકોને માનવીય સહાયચા આપવા માટે કહ્યું હતું. સાથે
જ ગુટેરેસએ તાલિબાનથી સહાયતા એજન્સીઓને જરૂરતમંદ લોકોની મદદ કરવાની અનુમતિ આપવા અંગે પણ આહવાન કર્યું હતું.

રિલેટેડ ન્યૂઝ