ડ્રેગનના ફૂંફાડા સામે ભારતની સિંહ ગર્જના

* લદ્દાખના તનાવ બાબતે ચીનની ચહલપહલ: મોદીએ ત્રણેય સેના પ્રમુખને કર્યા એલર્ટ
* લદ્દાખની આખી ગલવાન ઘાટી પર ચીનનો દાવો!

ચીને શરૂ કરી યુદ્ધની તૈયારી

બેઈજિંગ: અમેરિકા સહિત ભારત સાથે લદાખની સરહદ પર વધી રહેલા તણાવ દરમિયાન ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગએ પોતાની સેનાને યુદ્ધની તૈયારી કરવાના નિર્દેશ આપ્યા છે. ગઇકાલે સેન્ટ્રલ મિલિટ્રી કમિશનની બેઠકમાં ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગે કહ્યું કે પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોની ટ્રેનિંગ વધારવામાં આવે અને સેનાને યુદ્ધ માટે તૈયાર કરવામાં આવે. અહીં નોંધનીય છે કે કોરોના વાયરસની મહામારીના કારણે ચીનનો અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની સાથે પણ તણાવ ચરમ પર છે. ચીનના પ્રેસિડેન્ટે પોતાના ભાષણમાં અમેરિકા સાથેના વધી રહેલા તણાવનો ઉલ્લેખ કર્યો. આ સિવાય તેમણે તાઈવાનના નેતાઓની સાથે વાતચીત અને ડિપ્લોમેસી વધારવાની વાત કરી. તેમણે એવું પણ કહ્યું કે જો એવું લાગશે તો તાઈવાન વિરુદ્ધ બળ પ્રયોગ પણ કરવામાં આવશે.

ચીન સામે ટૂંકમાં મોટી જાહેરાત: ટ્રમ્પ

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે આ સપ્તાહના અંતમાં ચીનને લઈને મોટી જાહેરાત કરાશે અને એ વાતનો સંકેત આપ્યો છે કે તેઓ ચીનને દંડ કરવા સંબંધિત હોય શકે છે. પત્રકારો સાથેની વાતચીતમાં તેઓએ કહ્યું કે અમે કંઈક કરવા જઈ રહ્યા છીએ અને મને લાગે છે કે એ તમને લોકોને પસંદ પડશે. પરંતુ આ જાહેરાત હું આજે નહીં કરું. ચીન અને હોંગકોંગ વચ્ચે ચાલી રહેલી વિવાદને લઈને ચીન ઉપર પ્રતિબંધ લગાવવા અંગેના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે આ જાહેરાત તમે સપ્તાહના અંત સુધીમાં સાંભળશો અને મને લાગે છે કે આ બહુ મોટો નિર્ણય હશે. પહેલા વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કાયલે મેકનેનીએ ગુરુવારે કહ્યું હતું કે હોંગકોંગ પ્રત્યે ચીનની કાર્યવાહીથી રાષ્ટ્રપતિ નારાજ છે. ઉલ્લેખનીય છે કે ચીનની નેશનલ પ્યુપીલ્સ (અનુસંધાન પાના નં.8)

કોંગ્રેસના વાર્ષિક સત્રમાં શુક્રવારે સત્તામાં રહેલી કમ્યુનિસ્ટ પાર્ટીએ હોંગકોંગમાં કથિત અલગાવવાદી અને આતંકવાદી ગતિવિધિઓ ઉપરાંત વિદેશી હસ્તક્ષેપ ઉપર પ્રતિબંધ લગાવવા માટે એક નવા રાષ્ટ્રીય સુરક્ષા કાયદાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ જાહેરાત પછી આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ભારે ટીક્કા થઈ રહી છે.


નવી દિલ્હી તા.27
લદ્દાખમાં ભારત અને ચીનની વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. આવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે રાષ્ટ્રીય રાષ્ટ્રિય સુરક્ષા
સલાહકાર અજીત ડોભાલ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને ત્રણેય સેના પ્રમુખો સાથે મુલાકાત કરી. પીએમ


મોદીએ આ બેઠક પહેલા વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલા સાથે અલગથી આ મામલે ચર્ચા કરી છે. આ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ સીડીએસ જનરલ રાવત અને ત્રણે સેના પ્રમુખ સાથે ચીન સાથેના તણાવ મામલે લાંબી
સમીક્ષા બેઠક કરી ચુક્યા છે.
જ્યારે ચીનમાંથી ફેલાયેલા કોરોના સંક્રમણને કારણે અત્યારે માનવજાત જીવન-મરણના સંઘર્ષનો સામનો કરી રહી છે, ત્યારે ચીન પોતાના અપરાધો પર ઢાંકપિછોડો કરવા એક યા બીજા
ષડયંત્રો રચી રહ્યો છે. તાજેતરમાં ભારત સાથે જોડાયેલી લડાખ સીમા પર પોતાની કામગીરી વધારી દીધી છે અને અહીં એ સતત પોતાની તાકાત વધારી રહ્યો છે. એની સેનાએ ગલવાન ઘાટીમાં ઘણા ટેન્ટ લગાવ્યાં છે અને પેન્ગોંગ સરોવરમાં પોતાના આંટાફેરા વધારી દીધા છે. એટલું જ નહીં સરહદ પર તણાવ માટે એ ભારતને જવાબદાર ગણાવે છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સનું કહેવું છે કે, ગલવાન ઘાટી ચીનનો વિસ્તાર છે અને ભારત જાણી જોઈને અહીં વિવાદ પેદા કરી રહ્યો છે. ભારત ગલવાન ઘાટીમાં ચીનનાં વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ડિફેન્સ સુવિધાઓ ઊભી કરી રહ્યો છે. આ મુદ્દે બંને દેશો વચ્ચે સરહદ પર વિવાદ વધવાની શંકા છે.
રાજનાથ સિંહને આ મામલે બોર્ડરની સ્થિતિ મામલે જાણકારી આપવામાં આવી હતી. તે બે દિવસ પહેલા જ ત્યાંનો પ્રવાસ કરી આવ્યા છે. તેમણે ચીની તણાવ વિરુદ્ધ ભારતીય સેનાને પૂરો સહયોગ આપવાનું આશ્વાસન આપ્યું છે. તમને જણાવી દઈએ કે, પાંચ મેથી અત્યાર સુધીમાં બંને દેશનાં સૈનિકો વચ્ચે 6 વખત વાતચીત થઈ ચુકી છે, પરંતુ તે નિષ્ફળ રહી છે.
સૂત્રો અનુસાર, ચીનનું કહેવું છે કે, ભારત એલએસી પર પોતાના વિસ્તારમાં પણ
નિર્માણ કાર્ય ન કરે. ભારત આ વાત માનવા તૈયાર નથી. ભારતે ચીનને સીમા પર શાંતિ બનાવી રાખવાનું કહ્યું છે. તો પણ ચીની સૈનિક ભારતીય વિસ્તારમાંથી પાછા નથી ફરી રહ્યા. ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે 5 મેનાં રોજ પેંગોગ ત્સો નદી વિસ્તારમાં મારમારી થઈ હતી. આ દરમિયાન બંને સેનાનાં સૈનિકો તરફથી લોખંડની છડી, લાકડીઓ સાથે એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો અને પથ્થરમારો પણ થયો હતો.
બંને તરફના
સૈનિકોને ઈજા પહોંચી હતી. એક અન્ય ઘટનામાં લગભગ 150 ભારતીય અને ચીની સૈનિક 9મેના રોજ સિક્કિમ સેક્ટરના નાકુલા પાસે સામ-સામે આવી ગયા અને આ દરમ્યાન અથડામણમાં બંને પક્ષના લગભગ 10 સૈનિકો ઘાયલ થયા હતા. ચીને કઅઈ પર પોતોના સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. તો ટોચનાં સૂત્રોનું કહેવું છે કે ભારતે પૈંગોંગ ત્સો અને ગલવાન ઘાટીમાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે.

રિલેટેડ ન્યૂઝ