જામજોધપુરના સડોદરમાં 18 ઇંચ!

(મેઘ)રાજા ધિરાજ ા કાળજે ઠંડક વળી જાતી ગજબની લીલી છે, મોલાત ને વરસાદ આવે; મેઘદૂતમાં તૂં જ કાલીદાસ વરસે, તે દીધી સૌગાત ને વરસાદ વરસે..!

- વાડી-ખેતરો અને નીચાણવાળા વિસ્તારો જયાં સ્થળ ત્યાં જળ
- કાલાવડ તાબેનાં ગ્રામ્ય પંથકમાં પણ 12-12 ઈંચ વરસાદ ખાબકયો

શનિવારથી શરૂ થયેલ મેઘ મહેર આજે પણ યથાવત છે. ગઇકાલ સવારથી મોડી રાત્રી સુધીમાં જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના સડોદરમાં આભ ફાટયું હોય તેમ 18 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે.
શનીવારે ધીમી ધારે વરસાદ વરસ્યા બાદ રવિવારે વરસાદનું જોર વધ્યું હતુ અને આખો દિવસ
મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. કાલે બપોરના 1ર થી મોડી રાત્રી સુધીમાં 18 ઇંચ વરસાદ વરસતા નદી-નાળામાં ભારે પુર આવ્યા હતા અને વાડી-ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાંગરકાવ થયા હતા. સડોદરના આહીર વૈજશીભાઇ મેરામણભાઇની ભેંસ તથા બળદગાડુ પાણીમાં તણાયું હતું. જેમાં બળદને બચાવી લેવામાં આવ્યા છે. ભારે વરસાદથી અનેક ખેડુતોની જમીન ધોવાઇ ગયેલ છે.
જામનગર જીલ્લાના
ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ મહેર કરી છે. જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ભ-ભેરાજા, પાંચદેવડા, પીપર ટોડા, ભણગોર, ધ્રાફા સહીતના અનેક વિસ્તારોમાં 12 ઇંચ વરસાદ વરસ્યો છે.
જામનગર જીલ્લાના
ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ મહેરથી ખેડુતોને ફાયદો થયો છે અને અનેક વિસ્તારોમાં વાવણીકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

રિલેટેડ ન્યૂઝ