‘છેડછાડ’ રોકવા માટે ECએ EVMમાં કર્યા મોટા ફેરફાર

બિહારમાં પંચાયતની ચૂંટણીને પગલે રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે. ચૂંટણી પંચે ચૂંટણીને નિષ્પક્ષ બનાવવા માટે દરેક શક્ય પ્રયાસ થઈ રહ્યાં છે. જેને પગલે ઈવીએમની તપાસ, ટ્રેક કરવુ અને સ્કેનિંગના પણ ઉપાય કરવામાં આવ્યાં છે.
જો ઈવીએમનો પોતાનો આઈડી નંબર હશે. જેના પરથી જાણકારી મળી જશે કે કયુ ઈવીએમ કયા બ્લોક અને કેટલા બૂથ પર પ્રયોગ થઈ રહ્યું છે. ચૂંટણી પંચે દરેક
જિલ્લા અધિકારીઓને નિર્દેશ આપતા કહ્યું કે, ઈવીએમની પ્રથમ સ્તરની ચકાસણી કરાવવી જોઈએ. આ ઉપરાંત મોટાભાગના મતદાન કેન્દ્રવાળા બ્લોકમાં ઈવીએમને બે ભાગમાં રાખવામાં આવશે. પ્રથમ એ સેટ તથા બીજો બી. બોક્સમાં રાખવામાં આવેલા દરેક ઈવીએમની આઈડી સંખ્યા ઈવીએમ મેનેજમેન્ટ સિસ્ટમ (ઈએમએસ)ના માધ્યમથી ટ્રેક થશે.
જે બ્લોકમાં વધુ મતદાન કેન્દ્રો હશે ત્યાં ઈવીએમના અ સેટને મોકલવામાં આવશે. જેનીવ્યવસ્થાની દેખરેખ જિલ્લા અધિકારી અને ચૂંટણી પંચ બંને કરશે. પંચાયત ચૂંટણી સમાપ્ત થાય અથવા મત ગણતરી સમાપ્ત થયા બાદ ઈવીએમ કંટ્રોલ યુનિટના ડેટાને ડિલીટ કરી દેવામાં આવશે અથવા તેને સંબંધિત
રાજ્ય અને જિલ્લાને પાછા મોકલી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે 13 હજારથી વધુ ઈવીએમ મંગાવ્યાં છે. જેને નોબતપુર અને બાઢમાં રાખવામાં આવ્યાં છે.

રિલેટેડ ન્યૂઝ