ચોથી ટેસ્ટ: ઓસ્ટ્રેલિયાના 369 રન સામે ભારતના 2 વિકેટે 62

ટી-બ્રેક પછી વરસાદના કારણે મેચ શરૂ જ થઈ ન શકી

સિડની તા.16
ભારતે ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ સીરિઝની અંતિમ મેચમાં બ્રિસ્બેન ખાતે 2 વિકેટે 62 રન કર્યા છે. બીજા દિવસના અંતે અજિંક્ય રહાણે 2 રને અને ચેતેશ્વર પૂજારા 8 રને અણનમ છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 369 રન કર્યા હતા અને ભારત હજી તેનાથી 307 રન પાછળ છે.
વરસાદના લીધે ટી બ્રેક પછી મેચ શરૂ જ થઈ નહોતી. આજના દિવસે
માત્ર બે સેશન રમાયા હતા. કાંગારું માટે મિચેલ સ્ટાર્ક અને નેથન લાયને 1-1 વિકેટ લીધી. આવતીકાલે મેચ 30 મિનિટ જલ્દી ભારતીય સમયાનુસાર સવારે 5:00 વાગે શરૂ થશે. શુભમન ગિલ આજે ફ્લોપ રહ્યો હતો. તે 7 રને પેટ કમિન્સની બોલિંગમાં સ્ટીવ સ્મિથ દ્વારા સેક્ધડ સ્લીપમાં કેચ આઉટ થયો હતો. તે પછી રોહિત શર્મા નેથન લાયનની બોલિંગમાં મોટો શોટ રમવા જતા મિચેલ સ્ટાર્કના હાથે કેચ આઉટ થયો હતો. રોહિતે 74 બોલમાં 6 ફોરનીમદદથી 44 રન કર્યા હતા. રોહિત શરૂઆતને મોટા સ્કોરમાં ક્ધવર્ટ કરી શક્યો નહોતો.
ઓસ્ટ્રેલિયા ભારત સામે ફર્સ્ટ ઇનિંગ્સમાં 369 રનમાં ઓલઆઉટ થયું છે. કાંગારું માટે માર્નસ લબુશેને કરિયરની પાંચમી સદી
ફટકારતા 108 રન અને કેપ્ટન ટિમ પેને નવમી ફિફટી ફિફટી મારી 50 રન કર્યા. તે સિવાય કેમરૂન ગ્રીને 47, મેથ્યુ વેડે 45 અને સ્ટીવ સ્મિથે 36 રનનું યોગદાન આપ્યું. ભારત માટે શાર્દુલ ઠાકુર, ટી. નટરાજન અને વી. સુંદરે 3-3, જ્યારે મોહમ્મદ સિરાજે 1 વિકેટ લીધી છે.

રિલેટેડ ન્યૂઝ