ચીખલી પો.સ્ટેશનમાં 2 આરોપીના આપઘાત

નવસારીના ચીખલી પોલીસ સ્ટેશન ખાતે ચોરીના ગુનામાં ઝડપાયેલા બે આરોપીઓના શંકાસ્પદ મોત નિપજ્યાં છે. ચોરીના ગુનામાં પકડાયેલા બે આરોપીઓએ ચીખલી પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં લાવવામાં આવેલા બે શંકમંદ આરોપી ઇસમોએ પોલીસ સ્ટેશનમાં જ ગળે ફાંસો ખાઈને આપઘાત કરતા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે.
જો કે, ચોરીના ગુનામાં લાવવામાં આવેલા બે શંકમંદ આરોપી ઇસમોએ પોલીસ
સ્ટેશનમાં જ આપઘાત કરતા પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યાં છે. ચીખલી પોલીસ સ્ટેશનમાં જ બે
આરોપીઓએ આપઘાત કરતા ચીખલી પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી ગઇ છે. પ્રાથમિક માહિતી મુજબ ડાંગ
જીલ્લાના વઘઇ તાલુકાના બે શંકમંદ આરોપીઓને ચીખલી પોલીસ ગઈ કાલે લાવી હતી.
અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે, શું આરોપીઓએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું કે પછી પોલીસના મારથી તેઓએ આ પગલું ભર્યું એસૌથી મોટો સવાલ છે. જો કે અહીં દરેક રૂમમાં સીસીટીવી કેમેરા અને 24 કલાક પોલીસ હોય ત્યાં જ આરોપીઓ કઈ રીતે આપઘાત કરી શકે એ પણ એક મોટો સવાલ છે. આ ઘટનાના કારણે રૂમમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી
દેવાયો છે. અધિકારીઓ દ્વારા પોલીસ કામગીરીની બહાનું બનાવી મીડિયાને પ્રવેશતા અટકાવ્યા છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઇને જીલ્લા પોલીસ વડા, નાયબ જીલ્લા પોલીસ અધિક્ષક સહિત ડેપ્યુટી કલેક્ટર ચીખલી પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.

રિલેટેડ ન્યૂઝ