ગોવામાં કોંગ્રેસને વધુ એક ફટકો : પૂર્વ મુખ્યમંત્રી રવિ નાયક ભાજપમાં જોડાશે

ગોવામાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. પૂર્વ મુખ્યમંત્રી રવિ નાઈક ભાજપમાં જોડાઈ શકે છે. મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી સાથે રાજકીય કારકિર્દી શરૂ કરનાર નાઈક બાદમાં કોંગ્રેસમાં જોડાયા અને હવે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. રવિ નાઈક 25 જાન્યુઆરી 1991 થી 18 મે 1993 અને 2 એપ્રિલ 1994 થી 8 એપ્રિલ 1994 સુધી ગોવાના મુખ્યમંત્રી હતા.આ બીજી વખત છે જ્યારે નાઈક ભાજપમાં જોડાશે. તેઓઅગાઉ ઓક્ટોબર 2000માં ભાજપમાં જોડાયા હતા, જ્યારે મનોહર પર્રિકરે અનેક પક્ષોના ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવી હતી.

રિલેટેડ ન્યૂઝ