ગુજરાતમાં ધારાસભ્યો-સાંસદોની સંખ્યા વધશે

વસતી અને જ્ઞાતિના આધારે વિધાનસભાની 230 અને લોકસભાની બેઠક 44 થઇ શકે

ગુજરાત રાજ્યમાં ધારાસભ્યો અને સાંસદોની સંખ્યામાં વધારાના સંકેત રાજ્ય ચૂંટણીપંચ તરફથી આપવામાં આવ્યા છે. રાજ્યમાં વર્ષ 2026માં નવું સીમાંકન થશે ત્યારે રાજ્યની વસતિ અને જ્ઞાતિના આધારે લોકસભા તથા વિધાનસભા બેઠકોમાં વધારો થઈ
શકે છે.
નવા સીમાંકન પછી રાજ્યમાં વિધાનસભાની હાલની 182 બેઠક
વધીને 230 થઈ શકે, જ્યારે લોકસભાની 26 બેઠક વધીને 44 થઇ શકે છે. જો કે અગામી વિધાનસભા કે લોક સભાની ચૂંટણીમાં આનો લાભ નહિ મળે. વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીમાં અને વર્ષ 2029ની લોકસભાની ચૂંટણીમાં આ બેઠકો વધી શકે છે. 52 વર્ષ બાદ પહેલીવાર ગુજરાતમાં ધારાસભ્યોની સંખ્યા વધીને 230 થઈ જશે. જ્યારે 47 વર્ષ બાદ સાંસદોની સંખ્યા 44 થઈ જશે. ગુજરાતમાં હાલ 2001ની વસતિના આધારે 2006માં સીમાંકન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લે વર્ષ 1975માં રાજ્યમાં વિધાનસભાની 182 બેઠકો નક્કી કરવામાં આવી હતી, તો વર્ષ 1980ની લોકસભા ચૂંટણીમાં 24 બેઠક હતી.
અત્રે નોધનીય છે કે વર્ષ 2018માં ગુજરાત વિધાનસભાનું નવીનીકરણ કરવામાં આવ્યું
હતું અને 182 ધરાસ્ભ્યોના સ્થાને 230 ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. જયારે કેન્દ્રમાં પણ હાલમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું કામ પોર જોશમાં ચાલુ છે. જેમાં એકસાથે લોકસભા અને રાજ્યસભાના 900થી 1200 સાંસદ બેસી શકશે, જેનું 75મા સ્વતંત્રતા દિવસ પર ઓગસ્ટ 2022 સુધીમાં પૂરું કરી લેવાશે.
રાજ્યના ચૂંટણીપંચે જણાવ્યું હતું કે બેઠકોનું નવું સીમાંકન 2026 પછી થશે. રાજ્યમાં વસતિના



આધારે વિધાનસભા અને લોકસભાની બેઠકોનું સીમાંકન કરવામાં આવે છે. જેમાં જ્ઞાતિ અને ભૌગલિક સમીકરણો, વસતિ વિગેરેની પણ નોધ રાખવામાં આવતી હોય છે. સાથે જઝ અને જઈ બેઠકોની ફાળવણી પણ કરવાની થતી હોય છે.
અને અંગે સંસદમાં પણ ખરડો પાસ કરવો પડે છે.
હાલમાં વિધાનસભામાં 142 બેઠક સામાન્ય છે. જયારે બાકીની બેઠક અનામત છે તેમજ લોકસભામાં 20 સામાન્ય બેઠક અને બે બેઠક જઈ(શિડ્યૂલ કાસ્ટ) અને 4 બેઠક જઝ માટે અનામત
રાખેલ છે.
રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર હાલમાં બેઠકોમાં ફેરફાર 2026 પછી થવાની સંભાવના છે, એટલે કે વર્ષ 2022માં યોજનારી વિધાનસભા અને વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં બેઠકમાં કોઈ
વધારો કરવામાં આવશે નહિ.
ગુજરાતની સ્થાપના સમયે વર્ષ 1960માં ગુજરાત વિધાનસભાની 132 બેઠક હતી. ત્યાર બાદ 1962માં 154 સભ્યોની સંખ્યા નિયુક્ત થઇ અને 1967માં 168 ધારાસભ્ય અને એ પછી 1975માં 182 ધારાસભ્યની સંખ્યા
નક્કી થઇ હતી, જે આજદિન સુધી યથાવત છે.

10 લાખ મતદારે એક સાંસદ જરૂરી
નિયમ મુજબ દર 10 લાખની વસતિએ એક સાંસદ હોવો જરૂૂરી છે અને 2019માં 88 કરોડ મતદારો હતા અને તેથી 888 સાંસદ જરૂૂરી છે. જેમાં સૌથી વધુ ઉત્તરપ્રદેશમાં 143 સાંસદો છે. અને ત્યાર બાદ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, ગુજરાત અને તેલંગાણાના સાંસદ હશે. ગુજરાતમાં હાલ 26 સાંસદ છે, જે ભવિષ્યમાં 44 થશે. આમ, 18 વધુ સાંસદોની ભેટ ગુજરાતને મળશે અને એને કારણે લોકસભામાં હાલના તર્કની દૃષ્ટિએ 515 સાંસદ ભાજપના હોઈ શકે છે.





રિલેટેડ ન્યૂઝ