ગુજરાતમાં ઑક્સિજનના અભાવે એકપણ મૃત્યુ થયું નથી: રૂપાણી

રાજ્યમાં ઓક્સિજનથી અછતથી થયેલા મૃત્યુના આક્ષેપને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી માટે ખોટા પ્રહાર કરે છે. આ સાથે જ એમ પણ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઓક્જિનની અછતથી કોઇ મૃત્યુ થયાં નથી.
મંગળવારે રાજ્યમાં કોરોનાનાં નવા 29 કેસ નોંધાયા છે. જો કે ગઇકાલની સરખામણીએ કોરોનાના નવા 5 કેસનો
વધારો થયો છે.
બીજી તરફ રાજ્યમાં કોરોનાને કારણે એક પણ દર્દીનું મૃત્યુ થયુ નથી જેને લઈ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે આ તરફ એક જ દિવસમાં 61 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. મહત્વનું છે કે



અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10 હજાર 76 લોકોને કોરોના ભરખી ગયો છે. જો વાત કરવામાં આવે તો રાજ્યમાં કુલ 411 દર્દી સારવાર હેઠળ છે. જો કે નાજુક સ્થિતિના કારણે 5 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે
જ્યારે 406 દર્દીની હાલત સ્થિર જણાઈ રહી છે. રાજ્યના મોટા શહેરમાં કોરોના હવે કાબૂમાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે પરતું હજુ પણ સંભવિત ત્રીજી લહેરનો ખતરો જોવાઈ રહ્યો છે. હાલ મહાનગરોમાં પણ કોરોનાની રફતાર ધીમી પડી છે. અમદાવાદમાં 6, સુરતમાં 4 અને વડોદરામાં 7 કેસ નવા કેસ નોંધાયા છે…તો રાજકોટમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.





રિલેટેડ ન્યૂઝ