‘કછોરું’ થનારાએ માવતરને મહિને રૂપિયા 10,000 આપવા પડશે

મોદી સરકાર બનાવી રહી છે નવો કાયદો

કોરોનાની કામગીરીમાં નિષ્ફળતાને ધોઈ નાંખવા મોદી સરકારે કમર કસી છે. તેના ભાગરૂપે મોદી સમાજના એક પછી એક વર્ગને ખુશ કરવાના પગલાં લઈ રહી છે. સરકારી કર્મચારીઓના ડી.એ.માં વધારો કરીને મોદી સરકારે તેમને ખુશ કરી દીધા ને હવે સીનિયર સીટિઝન્સનો વારો છે.
મોદીએ સંસદના ચાલુ સત્રમાં જ મેઈન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરન્ટ્સ એન્ડ
સીનિયર સિટિઝન્સ સુધારા બિલ રજૂ કરવા ફરમાન કરી દીધું છે. આ કાયદા હેઠળ વાલીઓની સારસંભાળ નહીં લેનારા સંતાનોને મહિને 10 હજાર રૂપિયા કરતાં વધારે નિભાવ ખર્ચ આપવાની ફરજ પડાશે. મોદી કેબિનેટે 2019માં આખરડાને મંજૂરી આપી દીધેલી પણ સંસદમાં ખરડો પસાર થયો નથી.
મોદીએ ભાજપ સાંસદોને અને સોશિયલ મીડિયા ડીપાર્ટમેન્ટને આ ખરડાનો જોરશોરથી પ્રચાર કરવાની સૂચના આપી દીધી હોવાનો સૂત્રોનો દાવો છે.
સંતાનોએ તરછોડી દીધેલા વૃધ્ધોને મહિને 10 હજાર રૂપિયા મળશે એ રીતે પ્રચાર કરવા ખાસ સૂચના અપાઈ છે કે જેથી ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપને તેનો લાભ મળે.

રિલેટેડ ન્યૂઝ