ઑક્સિજનથી મોતનાં રાજ્યો પાસેથી ફરી આંકડા મંગાવાયા

- કેન્દ્રએ અગાઉ કરેલા દાવાનો ભારે વિરોધ થતાં નવી કવાયત્

સંસદના ચાલી રહેલા ચોમાસુ સત્ર દરમિયાન સરકાર દ્વારા અપાયેલા એક નિવેદનને કારણે રાજકીય હોબાળો થયો હતો. કેન્દ્ર તરફથી સંસદમાં કહેવામાં આવ્યું હતું કે કોરોના સમયગાળા દરમિયાન દેશમાં ઓક્સિજનના અભાવથી થયેલા મોતનો કોઈ આંકડો નથી. સરકારના આ નિવેદને રાજકીય રંગ લઈ લીધો હતો અને વિપક્ષના કેટલાક નેતાઓ ઉપરાંત ભાજપના જ કેટલાક નેતાઓ તેમની જ સરકાર સામે ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરવા લાગ્યા હતા. જ્યારે ઓક્સિજનના અભાવથી મૃત્યુના મુદ્દે રાજકીય હોબાળો મચ્યો ત્યારે હવે કેન્દ્ર સરકાર કાર્યવાહીમાં લાગી ગઈ છે. જો સૂત્રોની વાત માનીએ તો સરકારે હવે રાજ્યો પાસેથી ઓક્સિજનના અભાવને કારણે થયેલાં મોતનાં આંકડાઓ માંગ્યા છે. કેન્દ્ર સરકારે રાજ્યોને કોરોનાની બીજી લહેર દરમિયાનઓક્સિજનના અભાવને કારણે કેટલા લોકોના મોત થયા તેના આંકડા પૂરા પાડવા જણાવ્યું છે.
દેશમાં કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનના અભાવને કારણે થયેલા મૃત્યુને લગતા આંકડા હાલમાં ચાલી રહેલા
ચોમાસુ સત્રમાં જ ગૃહમાં રજૂ કરી શકાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓક્સિજનના અભાવથી થતા મૃત્યુને લગતા ડેટા સંસદના ચાલુ ચોમાસા સત્ર દરમિયાન 13 ઓગસ્ટે ગૃહમાં રજૂ કરી શકાય છે. નોંધપાત્ર વાત એ છે કે, આરોગ્ય મંત્રાલયે ગૃહમાં કહ્યું હતું કે કોઈ પણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં ઓક્સિજનના અભાવને કારણે મૃત્યુના આંકડા ઉપલબ્ધ નથી.

રિલેટેડ ન્યૂઝ