ઉ.પ્ર. વાહન અકસ્માતમાં 18નાં મોત

- હરિયાણાથી બિહાર જઈ રહેલી બસ ખોટકાઈ જતાં પુલ પર ઊભી હતી
અને ટ્રેલરે અડફેટે લેતાં સર્જાઈ કરુણાંતિકા

ઉત્તરપ્રદેશના બારાબંકીમાં મંગળવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. અહીં લખનઉ-અયોધ્યા હાઈવે પર રસ્તાની બાજુ પાર્ક કરેલી બસને પૂરઝડપે આવેલા એક ટ્રેલર અથડાયું હતું. અકસ્માતમાં બસમાં સવાર અને એની નીચે સૂતા મુસાફરો ઝપેટમાં આવી ગયા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતમાં 18 લોકોનાં મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં એક મહિલા અને બાકીના પુરુષ છે, જ્યારે 23થી વધુ લોકો ઘાયલ થયા છે. ગંભીર રીતે ઘાયલ થયેલા 10 લોકોને ટ્રોમા સેન્ટર લખનઉ રિફર કરાયા છે. બસ હરિયાણાથી બિહાર જઈ રહી હતી. મૃત્યુઆંક હજી વધી શકે છે.
આ અકસ્માત બારાબંકીના રામસનેહીઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હતો. ડબલ ડેકર બસ હરિયાણાથી બિહાર જઇ રહી હતી. એમાં સવાર 150 મુસાફરહતા. ખરેખર, એક બસ રસ્તામાં બગડી હતી, જેનાનો મુસાફરો પણ આ બસમાં આવી ગયા હતા. બારાબંકીના રામસનેહીઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બસની એક્સેલ તૂટી ગઈ હતી, તેથી ડ્રાઇવરે લખનઉ-અયોધ્યા હાઇવે પર
કલ્યાણી નદી પુલ પર બસ ઊભી રાખી દીધી હતી. આ પછી મુસાફરો નીચે ઊતર્યા હતા. કેટલાક મુસાફરો બસની નીચે તેમજ કેટલાક બસની આસપાસ સૂઈ ગયા હતા. એ દરમિયાન મોદી રાત્રે સાડાઅગિયાર વાગ્યે લખનઉ તરફથી પૂરઝડપે આવી રહેલા ટ્રેલરે બસને ટક્કર મારી હતી. અકસ્માતમાં ટ્રેલરની અડફેટે આવતાં લગભગ 11 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં અને બાકીના 7 લોકોનાં મોત હોસ્પિટલ લઈ જતાં થયાં હતાં.

રિલેટેડ ન્યૂઝ