આવતીકાલથી 61 દિવસનો IPL ક્રિકેટ કાર્નિવાલ

કોરોનાના કહેરના કારણે પ્રેક્ષકો વગર જ રમાશે મેચ: ઉદ્ઘાટન સેરેમની સાદગીપૂર્ણ

8 ટીમ વચ્ચે 60 મેચનો જંગ, પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ટકકર

દેશમાં કોરોનાના હાહાકાર વચ્ચે આવતીકાલ તા.9 એપ્રિલથી ઈન્ડીયન પ્રિમિયરલીગ (આઈપીએલ) કાર્નિવાલનો પ્રારંભ થનાર છે. આવતીકાલે સાંજે 7.30 વાગ્યે મુંબઈ ઈન્ડીયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે પ્રથમ મુકાબલો થનાર છે જો કે, આ આઈપીએલ સીઝનમાં કોરોનાના કારણે પ્રેક્ષકો વગર જ મેચ રમાડવાનો નિર્ણય લેવાયો હોવાથી ક્રિકેટ રસિયાઓને ઘેર બેસીને જ ટીવી ઉપર મેચ નિહાળવી પડશે.
તા.30 મે સુધી ચાલનાર આ ફટાફટ ક્રિકેટ કાર્નીવાલમાં કુલ 60 મેચ રમાનાર છે બીસીસીઆઈ દ્વારા આઈપીએલને લઈને તમામ તૈયારઓ પૂર્ણ કરીલેવામાં આવી છે. જો કે, કોરોનાના કારણે દરવખતની માફક આ
વખતે રકમ ચુકવવા વાતાવરણમાં આઈપીએકટની ઉદ્ઘાટન ફોરેમની યોજાશે નહી.
ઈંઙકની 14મી સીઝનમાં 9 એપ્રિલથી ચેન્નઈમાં શરૂ થઈ રહી છે. આ વર્ષની પ્રથમ મેચમાં રોહિત શર્માની આગેવાનીવાળી 5 વખતની ચેમ્પીયન
મુંબઈ ઈન્ડિયન્સ અને વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામ-સામે આવશે. ઈંઙકના ઈતિહાસમાં ઘણી વખત એવા વિવાદ પણ જોવા મળે છે જે વિવાદ લોકોને હેરાન કરી દે છે. ઈંઙકમાં વિવાદની શરૂઆત 2008માં જ શરૂ થઈ ગઈ હતી. 2008માં હરભજનસિંહેએ શ્રીસંતને લાફો મારી દીધો હતો. આવો જાણીએ આવા જ વિવાદો.
પોલાર્ડ-સ્ટાર્કની લડાઈ - ઈંઙક 2014 દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સનો બોલર કીરોન પોલાર્ડ અને છઈઇના તેજ બોલર મિચેલ
સ્ટાર્ક વચ્ચે મેદાન પર એક મોટી લડાઈ થતા-થતા બચી ગઈ. એ મેચમાં સ્ટાર્કે પોલાર્ડને પહેલ કઈક કહ્યું જેના જવાબમાં પોલાર્ડે સ્ટાર્કને પરત ફરીને બોલિંગ કરવાનું કહ્યું. આ ઘટના બાદ સ્ટાર્ક જેવો જ પોતાનો બોલ નાખવા આવ્યો ત્યારે પોલાર્ડ હટી ગયો અને સ્ટાર્કે પોલાર્ડને હોલ મારવાનો પ્રયાસ કર્યો. સ્ટાર્કે કરેલી હરકત જોઈ પોલાર્ડે પણ પોતાનું બેટ સ્ટાર્ક સામે ફેંક્યું જો કે તે બેટ સ્ટાર્કને વાગ્યું ન હતું. આ વિવાદ પછી બન્ને ખિલાડિયોને દંડ ફટકારવામાં આવ્યો હતો.
જ્યારે કેપ્ટન કુલને આવ્યો ગુસ્સો - 2019માં ઈંઙક દરમિયાન કેપ્ટન કુલના નામથી જાણીતા મહેન્દ્રસિંહ ધોનીને ગુસ્સો આવી ગયોહતો. ઈજઊં અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એક મેચ ચાલી રહી હતી ત્યારે ઈજઊંની બેટિંગ દરમિયાન મેદાનમાં હાજર અમ્પાયરના એક નિર્ણય પર ધોનીને ગુસ્સો આવ્યો અને ડગ આઉટથી સીધા મેદાનમાં પહોંચી ગયા હતા.
ધોનીએ કરેલા આ ગુસ્સાનો ધોનીને દંડ પણ ભરવો પડ્યો હતો.
અશ્વિને બટલરને કર્યો માંકડ - ઈંઙક 2019 દરમિયાન કિગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન અને અશ્વિને રાજસ્થાન રોયલ્સના બોલર જોસ બટલરને માકડિંગની રીતથી
રન આઉટ કરી દીધો હતો. આઘટનાને લઈને ખૂબ વિવાદ સર્જાયો હતો.
કિંગ ખાને સિક્યુરિટીક સાથે કરી મગજમારી - ઈંઙક 2012 દરમિયાન શારૂખ ખાનની વાનખેડે સ્ટેડિયમના સિક્યોરિટી ગાર્ડ સાથે બોલા ચાલી થઈ ગઈ હતી.
મેચ પૂર્ણ થયા પછી શાહરૂખ ખાન મેદાનમાં જવા લાગ્યા જેથી ગાર્ડે તેમને મેદાનમાં જતા રોક્યા.ગાર્ડે શારૂખને રોક્યો તે વાત શારૂખને પસંદ ન આવી અને ગાર્ડ તથા શારૂખ વચ્ચે બોલાબોલી થઈ ગઈ. આ ઘટના પછી મરીન ડ્રાઈ પોલીસ સ્ટેસનમાં શારૂખ સામે નોંધાઈ ફરિયાદ. ખુલાસો થયો કે શારૂખ દારૂના નશામાં અપશબ્દ પણ બોલ્યા હતા. આ ઘટના પછી શારૂખ ખાન માટે વાનખેડે સ્ટેડિયમમાં પાંચ વર્ષ માટે પ્રવેશ બંધી કરવામાં આવી.

જુની-પુરાની યાદે
વિરાટ-ગંભીર વચ્ચે બોલા-ચાલી - 2013 માં છઈઇ અને ઊંઊંછ વચ્ચે એક મેચ રમાઈ રહી હતી. ત્યારે વિરાટ કોહલીના આઉટ થઈ ગયા બાદ ગૌતમ ગંભીરે વિરાટ કોહલીને કઈક કહ્યું, બન્ને ખિલાડિયો વચ્ચે મોટી બોલા ચાલી થઈ અને મારા મારી જેવી પરિસ્થિતિ પેદા થઈ ગઈ હતી. આ ઘટના પછી રજત ભાટિયાએ આ બન્ને ખિલાડિયોને છૂટા પાડ્યા. હરભજને માર્યો શ્રીસંતને લાફો - 2008માં શરૂ થયેલી આ ટૂર્નામેન્ટની એક મેચમાં હરભજનસિંહએ એસ શ્રીસંતને બધાની સામે લાફો મારી દીધો હતો. આ ઘટના પછી શ્રીસંત મેદાન વચ્ચે જ રોવા લાગ્યા હતા ત્યાર પછી ઇઈઈઈંએ હરભજનને 2008ની આખી સીઝન માટે બેન કરી દીધા હતા.

રિલેટેડ ન્યૂઝ