આર્યને જામીન માટે મુંબઇ હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો: 26મીએ સુનાવણી

આર્યન ખાનની જામીન અરજી રિજેક્ટ થઇ બાદમાં આર્યનના વકીલોએ મુંબઇ હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. આ અરજીની સુનાવણી 26 ઓકટોબરે થશે.
સેશન્સ કોર્ટના જજ વીવી પાટીલે આર્યન ખાન સહિત અન્ય 2 આરોપીઓ અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની જામીન અરજી રદ્દ કરી હતી. ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યનની જામીનની અરજી છેલ્લા ઘણા સમયથી ટળી રહી છે. આશા હતી કે આર્યનને જામીન મળી જાય પરંતુ કોર્ટે શાહરુખ-ગૌરીના દિકરાની અરજી પર રિજેક્શનની મોહર મારી દીધી છે.
ગઈઇના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ આ મુદ્દે કોઇ જ નિવેદન આપ્યું નથી, તેમણે સત્યમેવ જયતે કહીને પોતાનું રિએક્શન આપ્યું છે. આર્યન
ખાન કેસને જોઇ રહેલા સિનીયર એડવોકેટ સમીર દેસાઇ અને સતીશ માનશિંદેએ શાહરુખની મેનેજર પૂજા દદલાણી પણ કોર્ટ પહોંચ્યા હતા. આર્યનનો કેસ અમિત દેસાઇ લડી રહ્યા છે. એક પુસ્તક વિમોચન પ્રસંગે બોલતાજાવેદ અખ્તરે જણાવ્યું કે હું કહેવા માગું છું કે એક પોર્ટ (અદાણીના પોર્ટ)ની ઉપર એક બિલિયન ડોલરનું ડ્રગ્સ મળે છે અને એક જગ્યાએ ક્રૂઝ પર 1200 લોકો મળે અને ત્યાં 1.30 લાખનું ચરસ જપ્ત કરાય છે તો ઘણી મોટી
નેશનલ ન્યૂઝ બની જાય છે. બિલિયન ડોલર કોકિન અંગે મેં તો હેડલાઈન પણ ન જોઈ. પાંચમા કે છઠ્ઠા પાના પર ન્યૂઝ પર આવી જાય છે. પછી કહેવામાં આવે છે કે અમે આ પોર્ટ પર જહાજ નહીં આવવા દઈએ, અરે પહેલા જે મળ્યું છે તેની તો વાતો કરો.

રિલેટેડ ન્યૂઝ