આગબબૂલા અકસ્માતોમાં 20 ભૂંજાયા

સુરેન્દ્રનગર,ભાવનગર, રાધનપુર, કલોલ અને અંબાજી નજીક આગબબૂલા અકસ્માતોની હારમાળા

ગુજરાતમાં આજનો દિવસ ભયંકર અકસ્માતનો દિવસ હોય તેવું ફલીત થઇ રહ્યું છે કારણકે જુદા જુદા અકસ્માતના 5 બનાવોમાં વાહન અથડાયા બાદ વાહનમાં આગ લાગવાને લીધે 20 લોકો ભડથું થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે ગંભીર અકસ્માતો અંગે પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગરના માલવણ હાઇવે ઉપર ખેરવા ગામ પાસે ડમ્પર પાછળ ઇકો કાર અથડાતા ઇકો કાર સળગી ગઈ હતી અને દેવદર્શન કરીને ઘરે જતા એક જ પરિવારના 7 લોકો જીવતા ભડથું થઇ ગયા હતા તેમજ ભાવનગરના મઢીયા ગામે ટ્રેકટર પલ્ટી ખાઈને ખાડામાં ખાબકતા સળગી ઉઠતા 3ના મોત થયા છે જયારે રાધનપુરમાં ટ્રેઇલર પલ્ટી ખાઈ જતા આગ લાગતા ડ્રાયવર ક્લીનર ભડથું થઇ ગયા છે તેમજ અમદાવાદથી અંબાજી દર્શને જતા પરિવારની કાર ખેરાલુ પાસે અથડાયા બાદ આગ લાગતા ત્રણના મોત થયા છે જયારે કલોલમાં લોખંડનો ઘોડો વીજવાયરને અડી જતા વીજશોક લાગતા 5 શ્રમિકના મોત થયાનું જાણવા મળ્યું છે.
માલવણ હાઈ-વે ઉપર 7નાં મોત
સુરેન્દ્રનગરના માલવણ હાઇવે પર આજે ગમખ્વાર અકસ્માત બાદ
ગાડી સળગી જતાં એમાં સવાર 5 લોકો જીવતા ભુંજાઈ ગયા છે. આગળ જતાં ડમ્પર પાછળ ઈકો કાર ઘૂસતાં કારમાં સ્પાર્ક થવાથી આગ ફાટી નીકળી હતી. અકસ્માતમાં ઘવાયેલા લોકો કારની બહાર ન નીકળી શકતાં કારમાં સવાર લોકો અને ડ્રાઈવર સહિત તમામ આગની ઝપેટમાં આવી જતાં મોતને ભેટ્યા હતા. બજાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતની તપાસ હાથ ધરી રહી છે.
અંબાજીના દર્શન જતા પરિવારને ખેરાલુ પાસે અકસ્માત: કારમાં
આગથી 3 ભડથું
અમદાવાદથી અંબાજી જઇ રહેલા પરિવારની કાર શુક્રવારે વહેલી સવારે ખેરાલુના નાનીવાડા નજીક અચાનક આગમાં લપેટાઇ ગઇ હતી. જેમાં 70 વર્ષનાં દાદી તેમજ 12 અને 17 વર્ષની બે પૌત્રી કારમાં જ ભડથું
થઇ ગયાં હતાં. જ્યારે કારચાલક અને તેમનાં પત્નીને બચાવી લેવાયાં હતાં, પરંતુ ગંભીર રીતે દાઝી ગયાં હોઇ મહેસાણા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કારના આગળના ભાગે આગ લાગતાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં તે રોડની રોંગ સાઇડે ઝાડ સાથે અથડાઇ હતી અને તે પછી આગ વધુ ભડકતાં કરુણાંતિકા સર્જાઇ હતી. વડનગરના કરબટિયા ગામના અને અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં શિખર રેસીડેન્સીમાં રહેતા અને શેરબજારની ઓફિસ ધરાવતા પટેલ રાકેશભાઇ રણછોડભાઇ તેમની પત્ની વર્ષાબેન, માતા અંબાબેન, બે દીકરીઓ લાલી (આસ્થા) અને હેનીને લઇ શુક્રવારે વહેલી સવારે વેગેનાર કાર (જીજે 01 કેઆર 1531) લઇ અમદાવાદથી અંબાજી દર્શનાર્થે જવા નીકળ્યા હતા. તેઓ સવારે 5-45 વાગે ખેરાલુ- સતલાસણા હાઇવે પર નાનીવાડા નજીકથી પસાર થતા હતા, ત્યારે કારના આગળના ભાગે આગ લાગતાં રાકેશભાઇએ સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં કાર ખેંચાઇને રોંગ સાઇડે લીમડાના ઝાડ સાથે અથડાઇ વધુ સળગી ઊઠી હતી. જેમાં રાકેશભાઇ અને તેમની પત્નીને બચાવી લેવાયાં હતાં, પરંતુ પાછળનો દરવાજો નહીં ખુલતાં તેમની બે દીકરીઓ અને માતા સળગી જવાથી ત્રણે ભડથું થઇ ગયાં હતાં. મૃતકોમાં લાલી (આસ્થા) રાકેશભાઇ (12) લાલી (આસ્થા) રાકેશભાઇ (12) પટેલ હેની રાકેશભાઇ (17) પટેલ હેની રાકેશભાઇ (17) પટેલ અંબાબેન રણછોડદાસ (70)નો પટેલ અંબાબેન રણછોડદાસ (70) નો સમાવેશ થાય છે.લાશ ઓળખાય તેવી સ્થિતિમાં પણ ન હતી. સિવિલમાં પોસ્ટમોર્ટમ બાદ ત્રણેયનાં મૃતદેહો વતન કરબટિયા લઇ જવાતાં આખુ ગામ હિબકે ચડ્યું હતું.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બચી ગયેલું દંપતી ગંભીર હાલતમાં સારવાર અર્થે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયું હોવાથી નિવેદન લઇ શકાયું નથી. ખેરાલુ પોલીસે રાજેન્દ્ર મંગળદાસ પટેલની ફરિયાદ આધારે કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સળગતી હતી. આગ ઓલવાઇ
ત્યારે કાર હાડપિંજર બની ગઇ હતી. આગ એટલી હદે ભયંકર હતી કે ઝાડની ડાળીઓ પણ બળી ગઇ હતી. તો કારમાં સવાર દાદી અને બે પૌત્રીઓની લાશોને પ્લાસ્ટિકના મિણિયામાં પોટલા બાંધીને પીએમ માટે લઇ જવી પડી હતી.
ભાવનગરમાં ખાડામાં ટ્રેકટર ખાબકતા 3ના મોત
ભાવનગરના માઢિયા ગામ નજીક એક ટ્રેક્ટર પલ્ટી મારી ખાડામાં પડતા ટ્રેક્ટરમાં સવાર 4 યુવાનો પૈકી 3 યુવાનો ટ્રેક્ટર નીચે દબાઈ ગયા હતા. ટ્રેક્ટરે પલ્ટી
માર્યા બાદ તેમાં આગ ભભૂકી ઉઠતા લાગેલી આગમાં દબાઈ ગયેલા 3 યુવાનો ભડથું થઈ ગયા હતા. જ્યારે એકનો આબાદ બચાવ થયો હતો. આ બનાવની જાણ થતાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ એસ.પી. સાથે વાત કરી તમામસહાય ઝડપભેર કરવા રજૂઆત કરી હતી અને આ બનાવના પગલે એસપી સહિતનો પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગર નજીક મોડી રાત્રીના એક કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયો હતો.
જેમાં ભડભીડ ગામેથી ટ્રેક્ટરની ટ્રોલી મુકી અને ટ્રેક્ટર પર પોતાના ગામ સવાઈનગર પરત ફરી રહેલા 4 લોકોને માઢિયા નજીક એક અકસ્માત નડ્યો હતો.જેમાં કોઈ કારણોસર આ ટ્રેક્ટર માઢિયા નજીક પલ્ટી મારી જતા નજીકના ખાડામાં પડ્યું હતું. જેમાં ટ્રેક્ટર પર સવાર 4 લોકો પૈકી 3 લોકો ટ્રેક્ટરની નીચે દબાઈ ગયા હતા. જ્યારે એકનો આબાદ બચાવ થયો હતો. આ ટ્રેક્ટર પલ્ટી મારી ખાડામાં પડ્યા બાદ તેમાં આગ ભભૂકી ઉઠી હતી. અને જેમાં ટ્રેક્ટર નીચે દબાયેલા ભરત મકવાણા (ઉ.વ.34), તેજાભાઇ પ્રાગજીભાઈ વાઘેલા (ઉ.વ.40) અને જીગ્નેશ દુદાભાઇ બારૈયા આગમાં ભડથું થઈ ગયા હતા .જ્યારે મહેશ જેન્તીભાઈ વાઘેલાનો આબાદ બચાવ થયો હતો.
કલોલમાં લોખંડનો ઘોડો વિજવાયરને અડી જતા પાંચ શ્રમીકો મોતને ભેટયા
તાલુકામાં સાંતેજ નજીક સાંતેજ-વડસર રોડ પરની મિલન એસ્ટેટમાં મંગળવારે બપોરે હાઈ ટેન્શન લાઇનના વીજકરંટથી અમદાવાદના 4 અને
ઝારખંડના 1 મળી કુલ 5 શ્રમિકનાં પાંચ સેક્ધડમાં જ મોતની અરેરાટીભરી ઘટના બની હતી. નવી બની રહેલી ફેક્ટરીમાં કામ કરી રહેલા 8 શ્રમિક 22 ફૂટ ઊંચો લોખંડનો ઘોડો લઈ જતા હતા ત્યારે ઉપરથી પસાર થતા 11 હજાર વોલ્ટના હાઈ ટેન્શન વાયરને ઘોડો અડી ગયો હતો. જેને પગલે જોરદાર કરંટ પસાર થતાં 5 શ્રમિકનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં જ્યારે 3 શ્રમિક દાઝી ગયા હતા.
ઘટનાની વિગતો પ્રમાણે સાંતેજમાં આવેલી મિલન
એસ્ટેટના પ્લોટ નં-8 ખાતે ઓમ ફાઇબર ગ્લાસ નામની ફેબ્રિકેશનની નવી ફેક્ટરીનું કામ ચાલી રહ્યું છે. આ માટે 8 જેટલા શ્રમિક જોતરાયેલા હતા, મંગળવારે બપોરે 3 વાગ્યાના સુમારે તેઓ અંદાજે 22 ફૂટ ઊંચો ઘોડા ખસેડી રહ્યા હતા, જેમાં તેઓનું ધ્યાન ન રહેતાં ઉપરથી પસાર થઈ રહેલા 11 હજાર વોલ્ટના હાઈ ટેન્શન વાયરને ઘોડો અડી ગયો હતો. જેને પગલે કરંટનો જોરદાર ઝાટકો વાગતા તેઓ ઘોડા સાથે ફેંકાયા હતા. જેમાં અમદાવાદના 4 સહિત 5 શ્રમિકનાં મોત થયાં હતાં, જ્યારે 3 શ્રમિકનો બચાવ થયો હતો, જોકે તેઓ હાથે-પગે દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતાં સાંતેજ પોલીસ અને કલોલ મામલતદાર ઘટનાસ્થળે દોડી ગયા હતા.
પોલીસે પાંચેય
મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા હતા જ્યારે દાઝી ગયેલા 3 શ્રમિકને પ્રાથમિક સારવાર અપાઈ હતી. સાંતેજ પોલીસે સમગ્ર મુદ્દે અકસ્માતે મોતની નોંધ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
રાધનપુર પાસે
ટ્રેઈલર પલ્ટી જતાં ડ્રાઈવર કિલનર ભડથું
રાધનપુરથી સાત કિલોમીટર દૂર કલ્યાણપુરા ગામ નજીક આવેલા રિલાયન્સ પેટ્રોલ પમ્પ પાસેથી પસાર થઇ રહેલા ટ્રેઇલરના ડ્રાઈવરે વરસાદી પવનના કારણે કંઈ ન
દેખાતા સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા કેમિકલની બોરીઓ ભરેલું ટ્રેઇલર પલ્ટી ખાઈને રોડ સાઇડે ચોકડીઓમાં પડ્યું હતું. અને એકાએક તેમાં આગ ભભૂકી ઉઠતા અંદર કંડકટર અને ડ્રાઈવર ફસાઈ જતા બંને બળીને ભડથું થઇ ગયા હતા. પોલીસ તંત્ર દ્વારા ક્રેઈનની મદદથી ટ્રેઇલરનો કાટમાળ હટાવીને બંનેની બળેલી લાશો બહાર કાઢવામાં આવી હતી.
કચ્છના મુન્દ્રાથી અદાણી વિલ્મરમાંથી કેમીકલની બોરીઓ ભરીને ઉત્તરાખંડ
તરફ જઈ રહેલુ ટ્રેઇલર (જી.જે.12 બી.વી.6447) કલ્યાણપુરા ગામ નજીકથી પસાર થઇ રહ્યું હતું એ સમય દરમ્યાન રવિવારે વહેલી સવારે ચારેક વાગ્યાના સુમારે પવનના સુસવાટા સાથે વરસાદનું ઝાપટું પડી રહ્યું હતું જ્યાંં ટ્રેઇલરના ડ્રાઈવરને આગળ કઈ ના દેખાતા સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો અને ટ્રેઇલર પલ્ટી મારીને નેશનલ હાઈવેની સાઇડે આવેલી ચોકડીઓમાં ગુલાંટ મારી ગયું હતું. એ દરમ્યાન કંડક્ટર સૂતેલો હતો. બંને જણ કઈ સમજે એ પહેલા જ ટ્રેઇલરમાં મિનિટોમાં આગ ભભૂકી ઉઠી હતી. અને આખું ટ્રેઇલર આગની લપેટમાં આવી ગયું હતું. ડ્રાઈવર અને કંડક્ટરે બહાર નીકળવાની કોશીષ કરી હતી પણ ફસાઈ જવાથી બહાર નીકળી શક્યા નહોતા અને ફસાયેલી હાલતમાં જ બળીને ભડથું થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી બંનેની લાશોને ક્રેઈનની મદદથી બહાર કાઢી હતી. અકસ્માતની જાણ ગાંધીધામ સ્થિત ટ્રકની ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકને કરતા સ્થળ પર દોડી આવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ