આંદોલન ઠરશે કે ભડકશે?: આજે નિર્ણય

\* આજે બપોર પછી કેન્દ્ર સરકાર અને ખેડૂત-નેતાઓની યોજાનારી બેઠક પર દેશભરની નજર
* ખેડૂતો સાથેની બેઠક પહેલા મોદીએ બોલાવી હાઇલેવલ મિટિંગ

આક્રમણ ખાળવા પણ સરકાર તૈયાર

* ઠેકઠેકાણે બેરીકેડસ, રસ્તા પર ડમ્પર્સની આડશો, કાંટાળી તાર લગાવાઈ: બોર્ડર્સ પર ચેકિંગ પોઈન્ટસ, તમામ ટટઈંઙ એરિયાની સુરક્ષા વધારાઈ
નવી દિલ્હી: ખેડૂતોના આંદોલનની આક્રમકતા વધવાની આશંકાએ ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસને એલર્ટ કરી છે. ખેડૂતોને કોઇ પણ સ્થીતીમાં દિલ્હીની સરહદોથી આગળ ન વધવા દેવાના પોલીસને આદેશ આપ્યા છે. ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશતા રોકવા માટે દિલ્હી પોલીસે ઠેકઠેકાણે બેરીકેડસ અને કાંટાળી તાર પાથરી છે. ખેડૂતોના ટ્રેક્ટરને રોકવા માટે જર્સી બેરીયર અને માટી ભરેલા ડંપરને પણ રસ્તા પર મૂકવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે પહેલીવાર બેરીકેડસની સાથે કાંટાળી તાર લગાવવા પડ્યા છે. દિલ્હીની તમામ બોર્ડર પર દિલ્હી પોલીસ ઉપરાંત અર્ધલશ્કરી દળોના જવાનોને પણ તૈનાત કરાયા છે. દિલ્હીની દરેક બોર્ડર પર બેથી ત્રણ ઠેકાણે ચેકિંગ પોઇન્ટ ઉભા કરાયા છે. ગુરુવારે મળેલા આઇબી ઇનપુટસ બાદ વીઆઇપી એરિયાની

પણ સુરક્ષા વધારી દેવાઇ છે. દિલ્હીના તમામ વીઆઇપી એરિયામાં પિકેટ લગાવીને સઘન ચેકિંગ શરૂ કરાયુ છે.


(એજન્સી)
નવી દિલ્હી તા.5
નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન ચલાવી રહેલા ખેડૂતોએ આજે 9મા દિવસે ઉગ્ર વલણ અપનાવી 8 ડિસે.ને મંગળવારે ભારત બંધનું એલાન આપ્યુ છે. ખેડૂત આંદોલનને હવે દેશવ્યાપી બનાવવા રણનીતિ ઘડવામાં આવી છે. એમએસપી પર ગેરેન્ટી આપતો નવો કાયદો લાવવાની ખેડૂતોએ માગ કરી છે.
તા.પને શનિવારે બપોરે ફરી બંન્ને પક્ષકારો મળી રહ્યા છે અને આ મંત્રણા નિર્ણાયક બની રહેશેતેમ માનવામાં આવે છે. સરકાર કાયદામાં સંશોધનની તરફેણમાં છે જે ખેડૂતોએ નામંજૂર કર્યુ છે. ખેડૂતોએ એલાન કર્યુ છે કે જ્યાં સુધી કાયદા રદ કરવામાં
(અનુસંધાન પાના નં.8)
નહીં આવે, આંદોલન ચાલુ રહેશે.
ગુરૂવારની બેઠકમાં કેટલાક હકારાત્મક સંકેત મળ્યા પરંતુ ઉકેલ આવ્યો ન હતો.
શનિવારે સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે વધુ એક મંત્રણા યોજાય તે પૂર્વે ખેડૂત આગેવાનોએ એલાન કર્યુ કે 8 ડિસે.ના રોજ ભારત
બંધ રહેશે. તમામ ટોલ પ્લાઝા બંધ રહેશે સાથે દિલ્હી આવતાં જતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવશે.થથ
એમએસપી મામલે સરકાર સાથે વાતચીત ચાલી રહી છે પરંતુ અમે ત્રણેય કાયદા રદ કરાવીને રહીશું. સરકાર જો
એવું માનતી હોય કે જેમ જેમ દિવસો વિતતા જશે આંદોલન નબળું પડશે તો થશે ઉલટુ. આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. ખેડૂતોએ શનિવારે દેશભરમાં પૂતળા દહનનો કાર્યક્રમ જાહેર કર્યો છે. શુક્રવારે સિંધુ બોર્ડર પર પત્રકાર પરિષદ યોજી ખેડૂત આગેવાનોએ કહ્યું કે અમે આંદોલન વધુ ઉગ્ર બનાવીશું. આજે તમિલનાડુ અને કર્ણાટકમાં અમારૂ વિરોધ પ્રદર્શન હતુ. અમે એ ખેડૂતોને પણ દિલ્હી આવવા કહ્યું છે.
સમગ્ર દેશના
ખેડૂતોને દિલ્હી આવવા આહવાન આપતાં ખેડૂત નેતાઓએ કહ્યું કે હવે લડાઈ આર યા પારની હશે. પાછળ હટવાનો સવાલ જ નથી.
ખેડૂત નેતાઓએ રોષભેર કહ્યું કે કોર્પોરેટ ફાર્મિંગ ખેડૂતોને મંજૂર નથી. અમે ડેડલાઈન
આપી રહ્યા નથી જો આમ જ રહ્યું તો દરેક રાજ્યમાંથી ખેડૂતો દિલ્હી લાવવામાં આવશે. કર્ણાટકમાં 7 ડિસે.થી 15મી સુધી વિધાનસભા બહાર ખેડૂતો ધરણાં કરશે. બંગાળમાં રસ્તા રોકો આંદોલન છેડાશે.

રિલેટેડ ન્યૂઝ