Connect with us

rajkot

ફાયર NOC-BUની નવી SOP ન આવે ત્યાં સુધી સીલિંગને બ્રેક

Published

on

શાળાઓ ફાયર એનઓસી અને બીયુ પરમિશનની કામગીરીને અગ્રતા, સરકાર નવી ગાઈડલાઈન બહાર પાડે પછી બીજી કાર્યવાહી: મ્યુનિસિપલ કમિશનર


મહાનગરપાલિકા દ્વારા ફાયર એનઓસીની સાથો સાથ બાંધકામ પરમીશન અંતર્ગત ઝુંબેશ શરૂ કરાઈ છે. જેમાં અનેક શાળાઓ અને પ્લેહાઉસો સીલ કરી દેવામાં આવ્યા છે. જેથી વાલીઓ અને પ્લેહાઉસ સંચાલકોમાં હોબાળો બોલી ગયો છે. અને એક બે દિવસથી મ્યુનિસિપલ કમિશનરને આ બાબતે ચેમ્બર ઓફ કોમર્સ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને પ્રી-સ્કૂલ એસોસીએશન સહિતના વિવિધ મંડળોએ રજૂઆત કરીને બીયુ પરમીશન મેળવવામાં સમય રાહત આપવાની માંગ કરવામાં આવી હતી. જે અંગે મ્યુનિસિપલ કમિશનરે નિર્ણય લઈ રહેણાકના મકાનમાં ચાલતા પ્લેહાઉસો શાળાઆ સહિતના યુનિટોને સીલીંગમાં થોડો સમય રાહત આપવામાં આવી છે. પરંતુ આ રાહત જ્યાં સુધી સરકાર દ્વારા આ અંગેની ગાઈડલાઈન બહાર પાડવામાં ન આવે ત્યાં સુધીની રહેશે.
બે દિવસ પછી તા. 13થી ગુજરાત બોર્ડનું વેકેશન ખુલતુ હોવાથી શાળા સંચાલકો સ્કૂલ ચાલુ કરવી કે કેમ તે બાબતે અવઢવમાં હતાં. આ ઉપરાંત અલગ અલગ કિસ્સાઓમાં ફાયર એનઓસી અને બીયુ પરમીશન મુદ્દે પણ રજૂઆતો મળી હતી. જેમ કે, ફાયર એનઓસી હોય પરંતુ બીયુ પરમીશન ના હોય, ફાયર એનઓસી હોય અને ઈમ્પેક્ટ ફી ભરેલી હોય તથા ફાયર એનઓસી રિન્યુ ન થઈ હોય અને બીયુ પરમીશન હોય તેવા કિસ્સામાં સીલીંગ કરાયું હોય તો અરજીનો નિકાલ ન થાય ત્યાં સુધી એકમનો વપરાશ ચાલુ કરવો કે કેમ? આ મુદ્દે કમિશનર દેવાંગ દેસાઈ દ્વારા આજે મીડિયા વાતચીતમાં જણાવાયું હતું કે, અમને અલગ
અલગ મુદ્દાઓને લઈને સીલીંગ બાબતે ઘણી રજૂઆતો મળી છે અમે સીલ કરેલા એકમોમાં નિયમોનું પાલન કરવા માટે 200થી 225 જેટલા સીલ પણ ખોલી આપ્યા છે. આ સીલ ફક્ત અંદર ગેરકાયદે બાંધ કામ કે ફાયર એનઓસી માટે જરૂરી સાધનો લગાવવા માટે ખોલી અપાયા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓમાં પણ આ બાબતે રજૂઆતો મળી છે અને અમે પણ સરકાર સાથે સંપર્કમાં છીએ. સરકાર દ્વારા આ અંગે કાર્યવાહી કરીને અલગ અલગ કિસ્સાઓમાં કેવી રીતે ફાયર એનઓસી અને બીયુ પરમીશન મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે તેની ગાઈડલાઈન એક-બે દિવસમાં જ બહાર પાડવામાં આવશે. આ ગાઈડલાઈન આવતા જ તમામ લોકોને ફાયર એનઓસી અને બીયુ પરમીશન બાબતેના તમામ મુદ્દાઓની સ્પષ્ટતા થઈ જશે. હાલ ગાઈડલાઈનની રાહ જોઈને એક-બે દિવસ પૂરતું સીલીંગ અટકાવી દેવામાં આવ્યું છે.

ફાયર NOC રિન્યુમાં રાહત, જૂના નિયમો લાગુ

મહાનગરપાલિકા દ્વારા ફાયર એનઓસી અને બીયુ સર્ટી મુદ્દે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત એનઓસી રિન્યુ ન થઈ હોય તેવા એકમો પણ સીલ કરાયા હોય આ એકમો પૈકી અમુક એકમોમાં નવા નિયમોની અમલવારી અશક્ય બનતા મહાનગરપાલિકાએ જૂના નીયમો મુજબ 500 ચો.ફૂટ બાંધકામ અને ડબલ સીડી સહિતના જૂના નિયમો મુજબ રિન્યુની કામગીરી એફએસઓ દ્વારા શરૂ કરાવતા અનેક એકમોએ રાહતનો શ્ર્વાસ લીધો છે.
મહાનગરપાલિકાએ ફાયર સેફ્ટી અને બીયુ સર્ટી મુદ્દે આજરોજ અધિકારીઓ સાથે બેઠક યોજી ફાયર એનઓસી રિન્યુ માટે જૂના નિયમો લાગુ થશે તેમ જણાવ્યું હતું. ફાયર સુત્રોના જણાવ્યા મુજબ ફાયર એનઓસી રિન્યુ માટે અગાઉ કરવામાં આવેલા નિયમો હેઠળ કાર્યવાહી હાથ ધરાશે. અગ્નિકાંડની ઘટના બાદ રાજ્ય સરકારે ફાયર સેફ્ટી મુદ્દે નવો પરિપત્ર જાહેર કર્યો છે. જે ફક્ત નવી ફાયર એનઓસીમાં લાગુ પડશે. તેમ જણાવ્યું હતું તેમજ જૂની ફાયર એનઓસી રિન્યુ કરવા માટે હવે જે તે સમયે એનઓસી મેળવી હશે ત્યારે સ્થળ તપાસ દરમિયાન જે ફાયર સેફ્ટીના સાધનો હશે તેનું એફએસઓ પાસે વેરીફીકેશન કરાવી તેના રિપોર્ટના આધારે ફાયર એનઓસી રિન્યુ થઈ શકશે અન્યથા હાલના નવા નિયમો મુજબના એક પણ ડોક્યુમેન્ટ વધારાના રજૂ કરવા પડશે નહીં. એફએસઓ દ્વારા હાલ તમામ ફાયર એનઓસી રિન્યુની કામગીરી જે તે સમયે એનઓસી કઢાવેલ છે. તે નિયમો હેઠળ શરૂ કરવામાં આવી છે. તેમજ સરકાર દ્વારા નવી સુચના ન આપવામાં આવે ત્યાં સુધી જૂના નિયમો મુજબ ફાયર એનઓસી રિન્યુ કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે. આથી ફાયર એનઓસી રિન્યુ ન હોય અને મિલ્કત સીલ થઈ હોય તેવા આસામીઓએ ફાયર એનઓસી રિન્યુ માટે ઓનલાઈન અરજી કરવાની સૂચના આપવામા આવી છે તેમજ એફએસઓનો સંપર્ક કરી તેમના દ્વારા સ્થળ વેરીફીકેશન સહિતની કામગીરી કરાવી લેવાની પણ સુચના અપાઈ છે.
ફાયર વિભાગમાંથી જાણવા મળેલ વિગત મુજબ હાલમાં રિન્યુ માટેની મોટાભાગની અરજીઓ ઓનલાઈન કરવામાં આવી છે. જેના સીલ ખોલવાની પણ કામગીરી ટુંક સમયમાં શરૂ કરાશે. જેમાં ખાસ કરીને શાળાના વેકેશનો ખુલવાના હોવાથી શાળા સંચાલકોએ ફાયર એનઓસી રિન્યુ માટે કરેલી અરજીનો નિકાલ તુરંત કરવામાં આવશે. આથી તાજેતરમાં સીલ થયેલા એકમોના સંચાલકોએ પણ ફાયર એનઓસી રિન્યુ માટેની તાત્કાલીક ઓનલાઈન અરજી કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

rajkot

સામતશાહી ગઈ… હવે સાંસદશાહીનો યુગ, રાજકોટ એરપોર્ટ ઉપર ફ્લાઈટ રોકી રખાઈ

Published

on

By

સાંસદ માટે 100થી વધુ મુસાફરોને બાન રખાયા

રાજકોટથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફલાઈટમાં સૌરાષ્ટ્રનાં એક સાંસદ દિલ્હી જવાના હોય પરંતુ વરસાદના કારણે તેઓ રસ્તામાં હિરાસર એરપોર્ટ પહોંચતાં અટવાયા હોય જેના કારણે 30 મીનીટ સુધી ફલાઈટને ટેક ઓફ મોડ ઉપર ઉભી રાખી દેવામાં આવી હતી અને રાજકોટથી દિલ્હી જતાં 100 થી વધુ મુસાફરોને એક સાંસદના કારણે બાનમાં રાખવામાં આવતાં મુસાફરોમાં ભારે આક્રોષ જોવા મળ્યો હતો.


એરપોર્ટ સુત્રોના જણાવ્યા અનુસાર રાજકોટથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફલાઈટ સાંજે તેના નિર્ધારિત સમયે દિલ્હીથી રાજકોટ આવ્યા બાદ રાજકોટથી દિલ્હી માટે 8 વાગ્યે ઉડાન ભરવાની હતી તે ફલાઈટે 8.34 મીનીટે ઉડાન ભરી હતી. રાજકોટથી દિલ્હી જવા માટે અને ત્યાથી કનેકટીંગ અન્ય ફલાઈટમાં જવા માટે મુસાફરોની ચેક ઈન સહિતની એરપોર્ટની તમામ કામગીરી નિયત સમયે પૂર્ણ થઈ ગઈ હતી અને આ ફલાઈટમાં મુસાફરો બેસી ગયા હતાં. એર ઈન્ડિયાના આ ફલોઈટ ટેક ઓફ મોડ પર હોવા છતાં તેને અડધી કલાક સુધી રોકી રાખવામાં આવી હતી. અંદર બેઠેલા મુસાફરોએ સ્ટાફને પુછતાં હમણા ફલાઈટ ટેક ઓફ કરશે તેવો જવાબ આપી અડધી કલાક સુધી ફલાઈટ રન-વે ઉપર ઉભી રાખી દેવામાં આવી હતી.

ફલાઈટને મોડી કરવા પાછળ કારણ એવું છે કે સૌરાષ્ટ્રનાં એક સાંસદને દિલ્હી જવાનું હોય તેમની ટિકીટ આ ફલાઈટમાં બુકીંગ હતી પરંતુ ગઈકાલે સાંજે જોરદાર વરસાદના કારણે હાઈ-વે ઉપર આ સૌરાષ્ટ્રનાં સાંસદ અટવાયા હતાં. જેના કારણે એરપોર્ટ પહોંચતા તેમને મોડુ થાય એમ હોય આ અંગે તેમના પીએ દ્વારા એરપોર્ટના જવાબદાર અધિકારીનો સંપર્ક કરી ફલાઈટને રોકી રાખવા સુચના આપવામાં આવતાં આ સાંસદ માટે અડધી કલાક સુધી એર ઈન્ડિયાની ફલાઈટ ટેક ઓફ મોડમાં ઉભી રાખી દેવામાં આવી હતી અને અંદર બેઠેલા 100 થી વધુ મુસાફરોને બાનમાં લેવાતા આ સાંસદના કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી.

Continue Reading

rajkot

બેડી ગામે બે મંદિરમાંથી છતરની ચોરી: રીઢો તસ્કર ઝડપાયો

Published

on

By

સીસીટીવી ફૂટેજના આધારે ભગીરથ સોસાયટીના શખ્સે 9 જેટલી ચોરી કર્યાની કબુલાત: પોલીસે પૂછપરછ હાથ ધરી


શહેરની ભાગોળે આવેલા બેડી ગામે બે મંદિરને નિશાન બનાવી તસ્કર માતાજીને ચડાવેલા છતરની ચોરી કરી ગયો હતો. આ બનાવ સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ જતા કુવાડવા રોડ પોલીસે બંન્ને બનાવ અંગે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે ચોરી કરનાર ભગીરથ સોસાયટીના રીઢા તસ્કરને ઝડપી લીધો હતો. પોલીસ પૂછપરછમાં અન્ય 9 જેટલી ચોરી કર્યાની આરોપી કબુલાત આપી હતી.

જાણવા મળતી વિગત મુજબ બેડી ગામે રહેતા નવઘણભાઇ સિંધાભાઇ ગોલતર (ઉ.48)એ કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ ગામમાં આવેલા બે મુખ વાડા મેલડી માતાજીના મંદિરમાં સેવા પૂજા કરતા હોય ગત તા.26/2ના રોજ વહેલી સવારે તેઓ મંદિરમાં સેવા પૂજા કરીને ઘરે આવ્યા બાદ સાંજે ફરી સેવા પૂજા કરવા માટે મંદિરમાં જતા માતાજી ઉપર ચડાવેલું 400 ગ્રામ ચંદીનું છતર કિ.રૂા.30 હજાર ગાયબ હોય જેથી મંદિરમાં લગાવેલા સીસીટીવી તપાસતા તેમાં એક શખ્સ ચોરી કરતો કેદ થઇ ગયો હતો. આ અંગે જે તે વખતે તેમણે કુવાડવા રોડ પોલીસ મથકમાં અરજી કરી હતી.


જ્યારે બીજા બનાવમાં બેડી ગામે રહેતા જશમતભાઇ ઘોઘાભાઇ સાજરીયા (ઉ.50)એ કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના મકાનની બાજુમાં તેમની જ્ઞાતિના કુળદેવી મોમાઇ માતાજીનો મઢ આવેલો છે. જેમાં તેઓ સેવા પુજા કરે છે. ગત તા.18/6ના રોજ વહેલી સવારે તેઓ સેવા પૂજા કરીને ઘરે આવ્યા હતા બાદમાં 10 વાગ્યે તેમના કૌંટુબીકે ઘરે આવી માતાજી ઉપર ચડાવેલું 500 ગ્રામનું ચાંદીનું છતર કી.રૂા.35 હજાર ચોરી થઇ ગયું હોવાની જાણ કરતા તેઓ મંદિરે દોડી ગયા હતા અને સીસીટીવી તેમાં એક શખ્સ મંદિરમાં ચોરી કરતો કેદ થઇ ગયો હતો. જે અંગે કુવાડવા રોડ પોલીસ મથકમાં જાણ કરી હતી.


કુવાડવા રોડ પોલીસે તપાસ હાથ ધરતા બંન્ને બનાવમાં એક જ આરોપી હોય જેથી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી ભગીરથ સોસાયટીમાં રહેતા રીઢા તસ્કરને ઝડપી લીધો હતો. પોલીસ પૂછપરછમાં તેણે 9 જેટલી ચોરી કર્યાની કબૂલાત આપતા પોલીસે આરોપીના રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

Continue Reading

rajkot

સાહિત્યકાર રઘુવીર ચૌધરીનું સન્માન કરતા મોરારિબાપુ

Published

on

By

ગાંધીનગરની મહિલા ચૌધરી કોલેજમાં સારસ્વત સન્માન કાર્યક્રમ યોજાયો


યૂગમૂર્તિ અને જ્ઞાનપીઠ એવોર્ડ ધારક સાહિત્યકાર રઘુવીર ચૌધરીને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી સન્માન પ્રાપ્ત કરવા બદલ સારસ્વત સન્માન શિર્ષક હેઠળ એક સન્માન કાર્યક્રમનું ગાંધીનગરમાં માતૃ જોઇતીબા મહિલા ચૌધરી કોલેજ કેમ્પસમાં આયોજન કરવામાં આવ્યું હતું.


રામચરિત માનસના પ્રચારક અને પ્રભુશ્રી રામના ઉપદેશોનો પ્રસાર કરવામાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય મોરારી બાપૂ આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. તેમની સાથે ગુજરાતી સાહિત્ય, શિક્ષણ અને સમાજના અગ્રણીઓ તથા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.બાપૂએ રઘુવીર ચૌધરીને સન્માનપત્ર અર્પણ કરીને તેમનું સન્માન કર્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં રઘુવીર ચૌધરીએ જણાવ્યુ ંહતું કે, બાપૂએ આજે પણ તલગાજરડા સાથે તેમનો આત્મીય સંબંધ જાળવી રાખ્યો છે. બાપૂને વ્રજ અને વૈકુંઠ બંન્ને જોઇએ છે તથા વૈકુંઠ બાપૂના ઉદગારમાં સમાયેલો છે. તેમણે ઉમેર્યું હતું કે, બાપૂને સમજવા માટે શ્રીમદ ભગવદગીતા અને શ્રીમદ ભગવદ ગોપી ગીત વાંચવું અને સાંભળવું જોઇએ.કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત એ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, સારસ્વત સન્માન સમારોહ નિમિત્તે આપણે બધા જેમની વંદના કરવા માટે, જેમના તરફ આપણા હ્રદયનો ઉમળકો વ્યક્ત કરવા માટે એકત્રિત થયાં છીએ, તેવાં મારા ખાસ અને આપણા બધાના વડીલ રઘુવીર ભાઇને મારા પ્રણામ. તેમણે કહ્યું હતું કે સાધુ કોને કહેવાય? ભલે કોઇ માણસ સાધુના વેશમાં ન હોય, સાધની વિશિષ્ટ ઓળખ છાપ કે તિલક ન હોય, પરંતુ સાધુ ચરિતમાનસ હોય, તે વ્યક્તિ સાધુ. જે બધાને માન આપે અને પોતે નિર્માની રહે તે વ્યક્તિને સાધુ કહેવાય. રઘુવીરભાઇ સાહિત્યક્ષેત્રના સંત છે.

Continue Reading

Trending