ગુજરાત
ખૂંટીયો આડો ઉતરતા બોલેરો પલટી, એક યુવાનનું મોત
જામનગર- ખંભાળિયા ધોરીમાર્ગ પર નાની ખાવડી ગામના પાટીયા પાસે એક ખૂંટીયો આડો ઉતરતાં બોલેરો કાર પલટી મારી ગઈ હતી, જેમાં બેઠેલા સીકકા ગામના એક યુવાનનું મૃત્યુ નીપજ્યું છે જ્યારે સીકકા ગામના જ અન્ય ત્રણ યુવકો ઘાયલ થયા છે. ચારેય મિત્રો સિક્કા પાટીયા પાસે ચા પાણી પીવા જતાં રસ્તામાં આ અકસ્માત નડ્યો હતો.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક સિક્કામાં રહેતો મહેબૂબ ગુલામ ખલીફા ઉપરાંત સોયબ અબ્દુલભાઈ ભગાડ (ઉ.વ. 19) તથા તેના અન્ય બે મિત્રો મહેબૂબ મુલ્લા અને અસગર અબ્બાસ કે જેઓ ચારેય મિત્રો સિક્કાથી જી.જે. 10 ડી.એન.5595 નંબરની બોલેરો માં બેસીને ચા-પાણી પીવા માટે સિક્કા પાટીયા પાસે જતા હતા.
જે દરમિયાન રાત્રિના આશરે એક વાગ્યાના અરસામાં એક ખૂંટીયો આડો ઉતરતાં બોલેરો રોડથી નીચે ઉતરીને પલટી મારી ગઈ હતી. જે અકસ્માતમાં સોયબ અબ્દુલભાઈ ભગાડ (ઉ.વ. વર્ષ 19) નો ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નિપજ્યું હતું, જેથી મૃતકના પરિવારમાં માતમ છવાયો છે.
આ ઉપરાંત બોલેરો ના ચાલક મહેબૂબ ગુલામ સહિત અન્ય ત્રણ મિત્રોને નાની મોટી ઈજા થઈ હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
આ અકસ્માતના બનાવની જાણ થતાં સિક્કાના પોલીસ ઇન્સ્પેક્ટર વી એસ પટેલ તેમના સ્ટાફ સાથે ઘટના સ્થળે તેમજ જામનગરની જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને સોયબ ભગાડના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિત ની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત
રાજકોટ શહેરમાં ભાજપ અને આપના 60થી વધારેે કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
હાથ સે હાથ જોડો સૌરાષ્ટ્ર પૂર્વ ઝોનના ક્ધવીનર જયેશભાઈ ઠાકોર, હાથ સે હાથ જોડોના શહેરના પ્રમુખ કલ્પેશભાઈ કુંડલીયાની યાદીમાં જણાવ્યું છે. રાજકોટ શહેરના સામાજિક કાર્યકરોની બેઠક કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજવામાં આવી હતી જેમાં રાજકોટ શહેરના હાથ સે હાથ જોડો ના પુરુષ અને મહિલા આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, શહેરના તમામ વોર્ડમાંથી હાથ સે હાથ જોડોના 60 થી વધુ કાર્યકરોએ ઉપસ્થિત આગેવાનો માંથી અનેક મહિલા પુરુષ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા તેઓને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુ દ્વારા ખેસ પહેરાવી આવકારેલ હતા.
બેઠકને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સંબોધન કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ નો ઇતિહાસ ઉજ્જ્વળ છે. આઝાદી અપાવવામાં કોંગ્રેસનો સિંહ ફાળો રહ્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નેહરુ, ઇન્દિરાજી, રાજીવ ગાંધી, મહાત્મા ગાંધી, લાલ બહાદુર શાસ્ત્રીને આજે પણ લોકો યાદ કરે છે. કોંગ્રેસના શાસનમાં કરવામાં આવેલા કામો અંગે પ્રવચન આપ્યું હતું. શહેરના તમામ વિસ્તારોમાંથી આગેવાનો જયેશ ઠાકોર દ્વારા જોડવામા આવ્યા હતા જેમાં ઇન્દ્રનીલ રાજ્યગુરૂૂ અને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી ના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરી કોંગ્રેસમાં જોડાયેલા તમામ આગેવાનોનું સ્વાગત કરી આવકારવામાં આવેલ હતા અને કલ્પેશભાઈ કુંડલીયા તથા અશોકસિંહ વાઘેલા તથા ગૌરવભાઈ પુજારા હાજરી આપી હતી ભાજપ અને આમ આદમી પાર્ટી ના હોદેદારો મયુરસિંહ સોલંકી, વાંક જસુબા ,ગોંડલિયા કુસુમબેન ,જોત્સાબેન ખેરડીયા,નેહાબેન ડાભી,મધુબેન સાપરારિયા ,હીનાબેન ખાખરીયા, ડિમ્પલબેન ફતેપુરા,અમિતાબેન ખાખરીયા, મોહિનીબેન બાવરીયા, રુક્સાનાબેન માંડલિયા,અંજુબેન કુદેચા, ઉમિયાબેન એંધાણી, રસમિતાબેન કટેસિયા, ભારતી બેન રોજાસરા, પ્રવિણા બેન ઇટાલિયા, અનસૂયા બેન ધોળકિયા, પીન્ટુ ભાઈ, ધનાભાઈ, દિલીપભાઈ ડાભી, રાજેશભાઈ મકવાણા,વિજય જીંજુવાડિયા, કેતન ગોહેલ,અલ્પેશ પરેશા, મનસુખભાઈ કુડેચા,પ્રદ્યુમન ગોહિલ, મહેશ ગઢવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહી આગામી મહાનગરપાલિકાની ચૂંટણી અંગે દરેક આગેવાનોએ પોતપોતાના મંતવ્ય રજૂ કર્યા હતા.
કચ્છ
ભરૂચના ઝઘડિયાની GIDCમાં બ્રિટાનિયા કંપનીમાં વિકરાળ આગ
કામદારોને સુરક્ષિત કઢાયા: ઉત્પાદનનો પ્લાન્ટ બંધ કરાયો
રાજકોટના મેટોડા જીઆઇડીસીમાં તાજેતરમાં જ ભયંકર આગ લાગવાની ઘટનાના ભળકારા હજુ શાંત થયા છે. ત્યાં ભરૂચની ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ બિસ્કીટનું ઉત્પાદન કરતી બ્રિટાનિયા કંપનીના પ્લાન્ટમાં આગ લાગી હતી. ફયાર ફાયટરો દોડાવી અને આગને કાબુમાં લેવા પ્રયાસ કરાયો હતો. આગના બનાવથી ઉત્પાદનનો પ્લાન્ટ બંધ કરવામાં આવ્યો હતો.
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે ગુજરાતના ભરુચની એક નામચીન કંપનીમાં આગ લાગી હોવાની ઘટના બની છે. ભરુચના ઝઘડિયા જીઆઇડીસી ખાતે આવેલી બિસ્કીટ બનાવતી બ્રિટાનિયા કંપનીમાં મોડી રાત્રે આગ લાગી હતી.
કામદારોને કંપની બહાર સુરક્ષિત રીતે કઢાયા હતા. જો કે કંપનીમાં આગ લાગતાની સાથે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગમાં જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ફાયર વિભાગના જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. મળતી માહિતી અનુસાર આગમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. પરંતુ માલસામાન બળીને ખાખ થઈ જતા બિસ્કીટ ઉત્પાદનનો પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડી છે.
ક્રાઇમ
પાટણમાંથી કરોડોનું લાલ ચંદન ઝડપાયું, આંધ્રથી ગુજરાત લાવનાર પુષ્પાની શોધખોળ
પાટણમાંથી કરોડોની કિંમતનું રક્તચંદન ઝડપાયું છે. આંદ્રપ્રદેશ પોલીસે સ્થાનિક પાટણ પોલીસની મદદથી આ ઓપરેશન પાર પાડ્યું છે. આંદ્રપ્રદેશથી પાટણ સુધી આ રક્તચંદનનો જથ્થો ઘુસાડનાર પુષ્પાની પોલીસે શોધખોળ શરૂ કરી છે. ગુજરાતમાં આંધ્રપ્રદેશથી રક્ત ચંદન કઈ રીતે પહોંચી ગયું તે તપાસનો વિષય બન્યો છે. ગેરકાયદે ચોરી કરીને રક્તચંદનનો જથ્થો પાટણ પાસેના એક ગોડાઉનમાં સંતાડાયો હતો. આંધ્રપ્રદેશની પોલાીસ બાતમીના આધારે પાટણ પહોંચી હતી. પાટણ પોલીસને સાથે રાખીને હાજીપુરના એક શ્રેય વીલાના ગોડાઉન નંબર 70માં કરોડોના રક્તચંદનના 150 ટુકડા પકડી પાડ્યા હતા. આ મામલે આંદ્રપ્રદેશ પોલીસ અને પાટણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને આંદ્રપ્રદેશથી ગુજરાત સુધી આ ચોરાઉ કરોડોની કિંમતનું રક્તચંદન ઘુસાડનાર પુષ્પાની શોધખોળ કરી છે.
હાલમાં જ રીલિઝ થયેલી પાન ઈન્ડિયા ફિલ્મ પુષ્પા-2 ધૂમ મચાવી રહી છે. ફિલ્મ લાલ ચંદનની દાણચોરી પર આધારિત છે. જેમાં ફિલ્મનો હીરા કમ વિલેન પુષ્પરાજ ઉર્ફ પુષ્પા દેશ જ નહીં, વિદેશમાં પણ લાલચંદનની દાણચોરી કરે છે અને પોલીસને પડકાર ફેંકે છે. ત્યારે જ્યાંથી ચંદન ચોરાઈને ગુજરાતમાં ઘૂસાડાયું એ આંધ્રપ્રદેશની પોલીસ જ ગુજરાતમાં આવી હતી અને પાટણ પાસે એક ગોડાઉનમાંથી કરોડોનું રક્તચંદન કબ્જે કર્યું હતું. કરોડોના રક્ત ચંદનની ચોરીના બનાવમાં આંધ્રપ્રદેશ પોલીસ તપાસ કરી રહી હતી. પકડાયેલા આરોપીઓએ પાટણ સુધી ચોરીના ચંદનનું વેચાણ કર્યુ હોવાનું કબૂલ્યું હતું. જેથી આંધ્રપ્રદેશની પોલીસની ટુકડી સવારે પાટણ પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદથી હાજીપુરના ગોડાઉનમાંથી ચંદનના લાકડાં કબ્જે કર્યા હતા.
-
ગુજરાત2 days ago
દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત
-
ગુજરાત2 days ago
શુક્ર-શનિ જેમીનીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો
-
ગુજરાત2 days ago
બસપોર્ટમાં ચાલતી લાલિયાવાડી અને અધિકારીઓના વર્તનની મુખ્યમંત્રીને ફરિયાદ
-
ગુજરાત2 days ago
મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે
-
ગુજરાત2 days ago
અશાંતધારાના ભંગની રજૂઆત બાદ સિટી પ્રાંત દ્વારા નિવેદન નોંધવાનું શરૂ
-
ગુજરાત2 days ago
હૃદયરોગનો હુમલો વધુ ત્રણ માનવ જિંદગી ભરખી ગયો
-
ગુજરાત2 days ago
મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ
-
ગુજરાત2 days ago
અમુક વિસ્તારોનો જંત્રી દર ખૂબ જ વધારે, રાજ્ય સરકારમાં રિપોર્ટ રજૂ