Connect with us

ગુજરાત

મુળીના લીમલીમાં ધીંગાણું: ચાર રાઉન્ડ ફાયરિંગ

Published

on

 

  • ધોકા, પાઈપ અને ધારિયાથી સામ સામે હુમલાની ઘટનામાં 12 લોકો ઘવાયા
  • સામસામે બન્ને પક્ષોની ફરિયાદ પરથી ડઝનેક સામે ગુનો નોંધાયો : હોસ્પિટલમાં લોકોના ટોળાં ઊમટયા

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ સતત કથળતી જઈ રહી છે. મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના લીમલી ગામે મોડી રાત્રે જનરલ સ્ટોર ઉપર સામાન્ય બાબતે બોલાચાલી બાદ અલગ અલગ બે કોમના લોકો સામ સામે આવી ગયા હતા અને સામસામે શસ્ત્ર વડે ધીંગાણું કરવામાં આવ્યું હતું અને આ ધીંગાણા ના કારણે 12 થી વધુ લોકોને ગંભીર જાઓ પહોંચી છે. ત્યારે તમામને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને આ જ સંદર્ભે પોલીસ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે ત્યારે ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણેસુરેન્દ્રનગર નાયબ પોલીસ અધિક્ષક તથા અન્યત્ર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના લીમલી ગામે અમદાભાઈ વાટુકિયા નામના આધેડ લીમલી ગામે આવેલા જનરલ સ્ટોર ઉપર બેઠા હતા તે દરમિયાન ત્યાં આવનાર કિરીટસિંહ તથા અન્ય લોકો સાથે સામાન્ય બાબતે બોલા ચાલી થઈ હતી અને આ બોલાચાલી બાદ ઘટનાએ મોટું સ્વરૂૂપ ધારણ કરી લીધું હતું. પહેલા સામસામે ધોલ ધમાલ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ ઘટનાને ગણતરીની કલાકોમાં મોટો અંજામ આપી દેવામાં આવ્યો હતો. બે જૂથો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી બાદ અથડામણ સર્જાઈ હતી.

ધોકા પાઇપ ધાર્યા જેવા શસ્ત્રોથી હુમલો કરવામાં આવ્યો હતો સામસામે હુમલાના કારણે 12 થી વધુ લોકો ને ગંભીર ઇજાઓ પહોંચી છે તે એક જૂથના લોકોને સુરેન્દ્રનગર ની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા છે અન્ય એક જૂથના જે લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમને સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ ખાતે સારવાર માટે રાખી અને આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે આ પ્રકારની ઘટનાને લઇ અને હાલમાં ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આ જ સંદર્ભે હવે પોલીસ વિભાગ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

 

લીમલી ગામે બનેલી ઘટનામાં અન્ય કારણો કારણભૂત
લીમલી ગામે બનેલી જૂથ અથડામણની ઘટનામાં અન્ય કારણભૂત કેટલાક કારણો સામે આવ્યા છે જેમાં ખાસ કરીને અંગત અદાવતમાં પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ સરપંચ વખતની ચૂંટણીનું મનદુ:ખ રાખી અને આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યા હોવાનું પણ આક્ષેપ કરાયો. અન્ય એક કારણ એ પણ આવ્યું છે સામે કે રાગદ્વેસ બીજા કોઈ સાથે હતો અને તમે કેમ સાથ સહકાર આપો છો કેમ કહીને પણ હુમલો કરાયા હોવાનું સામે આવ્યું છે અને અન્ય એક પક્ષ છે એવું પણ જણાવ્યું છે.

જૂથ અથડામણ દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યા હોવાનો પણ ઇજાગ્રસ્તોનો આક્ષેપ
લીમલી ગામે આ પ્રકારની ઘટના બની છે ત્યારે જૂથ અથડામણ દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ ઇજાગ્રસ્તો દ્વારા કરવામાં આવ્યો છે ધોકા પાઇપ જેવા શસ્ત્ર વડે ધીંગાણું સર્જાયા બાદ ફાયરિંગ કરવામાં આવ્યા છે ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે આ જ પ્રકારની ઘટનાને લઇ અને મૂડી પોલીસે તપાસ હાથ ધરી છે જોકે હાલની પરિસ્થિતિ મુજબ પોલીસને આ કોઈ પણ પ્રકારના ફાયરિંગ કર્યા હોવાના પુરાવા નથી.

લીમલી ગામમાં શાંતિ જળવાઈ તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
ઘટનાને લઇ અને સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના લીમલી ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ગામમાં બંદોબસ્ત ગોઠવી દઈ અને શાંતિ જળવાય તે પ્રકારના પ્રયાસ પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે ખાસ કરીને હવે આ જૂથ અથડામણ કોઈ મોટી જૂથ અથડામણ ન બને તે માટે કારણભૂત રીતે બંને પક્ષો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગુજરાત

ખંભાળિયા: ફાયરના જવાનો દ્વારા ફાયર સર્વિસ ડે ની ઉજવણી કરાઈ

Published

on

By

 

ખંભાળિયામાં અગ્નિશમન સેવા દિવસની ગઈકાલે રવિવારે ભાવભરી રીતે ઉજવણી કરવામાં આવી હતી.વર્ષ 1944 માં મુંબઈ ખાતે ડોકયાર્ડમાં લાગેલી આગની કામગીરી કરવા ગયેલા ફાયર મેનની ટીમના 66 જવાનો શહીદ થયા હતા. આ ઉપરાંત 300 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આથી સમગ્ર દેશમાં તારીખ 14 એપ્રિલના રોજ “નેશનલ ફાયર સર્વિસ ડે” ની ઉજવણી કરવામાં આવે છે. ગઈકાલે આ “અગ્નિશમન સેવા દિવસ” નિમિત્તે ખંભાળિયામાં આવેલા ફાયર સ્ટેશન ખાતે ફાયરના જવાનોએ નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, કારોબારી ચેરમેન રેખાબેન ખેતિયા, સહિતના આગેવાનો તથા કર્મચારીઓએ ફાયર સ્ટાફની ઉપસ્થિતિમાં આ ઉજવણી કરી હતી.જેમાં ફાયરના જવાનો તેમજ પાલિકાના હોદ્દેદારોએ મૃતક જવાનોને પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Continue Reading

ગુજરાત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાતાવરણ પલટાયું: ખંભાળિયા, ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાજડી સાથે વરસાદ

Published

on

By

 

 

 

હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે રવિવારે બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. અને ખંભાળિયા તથા ભાણવડ પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

ખંભાળિયા તાલુકાના ભાણવડ માર્ગ પર આવેલા મોટી ખોખરી, ભાણખોખરી સહિતના ગામોમાં રવિવારે બપોરે કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા હતા. આ પછી આશરે ત્રણેક વાગ્યે ભાણવડ તાલુકામાં પણ વાતાવરણ પલટાયું હતું. તેઝ ફૂંકાતા પવનો સાથે ભાણવડ તાલુકાના ગુંદા ગામે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના પગલે ગુંદા ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદના કારણે થોડો સમય ભયનો માહોલ પ્રસરી ગયો હતો.કેટલાક વાડી વિસ્તારમાં કરા પણ વરસ્યા હતા. જો કે કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

 

Continue Reading

ગુજરાત

કાળીયા ઠાકોરને ચાંદીના આયુધ અર્પણ કરાયા

Published

on

By

ભગવાન દ્વારકાધીશને ગઈકાલે રવિવારે સાંજે દ્વારકાધીશના ઉથાપન સમયે રાજકોટના ભાવિક પરિવારના યોગેશભાઈ ભીખુભાઈ દેથરીયા પરિવાર દ્વારા ચાંદીથી બનાવેલા શંખ, ચક્ર, ગદા અને પદ્મ અર્પણ કરવામાં આવ્યા હતા.

મંદિરના પૂજારી મહેશભાઈએ આ ભક્ત પરિવારને દ્વારકાધીશના ઉપવાસ તરફથી આશીર્વાદ આપ્યા હતા. શ્રદ્ધાળુ દાતા પરિવારએ દ્વારકાધીશ અને મંદિર પરિસરમાં જ આવેલા શારદાપીઠ મઠ સંચાલિત ભગવાન બલદેવજીને પણ શંખ, ચક્ર અને ગદા અર્પણ કર્યા હતા. આશરે 740 ગ્રામ વજનની ચાંદીના આયુધ અર્પણ થયા છે.

Continue Reading

Trending