Site icon Gujarat Mirror

તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6ના મોત, અનેક ઘાયલ,

 

તમિલનાડુના વિરુધુનગરમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવવી છે. આ બ્લાસ્ટમાં છ કામદારોના કરૂણ મોત થયા હતા. ફેક્ટરીમાં કામ કરતી વખતે આ અકસ્માત થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, કેમિકલ મિક્સ કરતી વખતે વિસ્ફોટ થયો હતો, વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ફેક્ટરીના ઓછામાં ઓછા 4 રૂમ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયા હતા, જેના કારણે જાનમાલનું નુકસાન થયું હતું. ઘટનાની માહિતી મળતા જ પોલીસ, ફાયર બ્રિગેડના જવાનો અને બચાવ દળ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટનું કારણ અને નુકસાનને જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. આ અકસ્માતે ફટાકડા ઉદ્યોગમાં સલામતીના માપદંડોની બેદરકારી પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક વહીવટીતંત્રે સલામતીનાં પગલાં સુનિશ્ચિત કરવા પગલાં લેવાની ખાતરી આપી છે.

 

Exit mobile version